Sukhdev Singh: સુખદેવસિંહ મર્ડર કેસમાં પોલીસે SIT રચી, હરિયાણાથી પકડાયા બે આરોપીઓ, હજુ પણ તપાસ ચાલુ....
સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એડીજી ક્રાઈમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે.
Sukhdev Singh Gogamedi Murder: ગઇકાલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેના ઘરની બહાર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. સુખદેવ સિંહ ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ફાયરિંગમાં અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સમયે અજીત ગોગામેડી સાથે હતો. જોકે, હવે આ ઘટનાને લઇને આખા રાજસ્થાનમાં વાતાવરણ તંગ બન્યુ છે. કરણી સેનાએ રાજસ્થાન બંધનું એલાન આપ્યુ છે, અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો વળી બીજી બાજુ આ કેસની તપાસ મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
હત્યાની તપાસ માટે એસઆઇટી બની
સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એડીજી ક્રાઈમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. સુખદેવસિંહની મંગળવારે તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગોગામેડી હત્યા કેસની સઘન તપાસ માટે DGP ઉમેશ મિશ્રાએ SITની રચના કરી હતી. આ SITની રચના એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. વળી, મોટા સમાચાર એ છે કે ગોગામેડી હત્યા કેસમાં બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. FIR નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવશે. આરોપીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
મહિપાલ સિંહ મકરાનાએ આપી ચેતાવણી
કરણી સેનાના મહિપાલસિંહ મકરાણાએ ચેતવણી આપી છે કે જો 4 વાગ્યા પછી રાજસ્થાન બંધ નહીં કરવામાં આવે તો તેઓ રસ્તો રોકશે.
રાજભવન પણ કૂચ કરીશું- સૂરજપાલ અમ્મૂ
સૂરજપાલ અમ્મુનું કહેવું છે કે અમારી કમિટી નિર્ણયો લઈ રહી છે. રાજભવન સુધી કૂચ કરવી પડશે તો કૂચ કરીશું. મારા ભાઈની લાશ ત્યાં પડી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ પણ લઈ જવાશે નહીં, પોસ્ટમોર્ટમની વાત તો છોડો. અશોક ગેહલોત અને તેના અધિકારીઓ દોષિત છે. અમારી સમિતિ નિર્ણયો લઈ રહી છે.
પોલીસે હરિયાણાથી બે આરોપીઓને પકડ્યા
માર્યા ગયેલા સાથીદાર નિતિનના ફોનમાંથી ઘણી કડીઓ એકત્ર કર્યા બાદ પોલીસે હરિયાણામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસ આ મામલે કોઈ માહિતી આપી રહી નથી, પરંતુ નીતિનના પરિવારજનોની પૂછપરછ કરીને ઘણી હકીકતો એકત્ર કરવામાં આવી છે.