શોધખોળ કરો

દેશમાં આવશે મોટી આફત? વૈજ્ઞાનિકોએ 'સુપર અલ નીનો'ની કરી આગાહી, ભૂખમરો અને દુષ્કાળ....

Super El Nino India 2026: 2015 પછી ફરી એકવાર ભારતમાં સુપર અલ નીનોનો ભય; 2026 માં ભારે ગરમી અને દુષ્કાળની પૂરી શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૦૨૬માં સુપર અલ નીનો ભારતમાં ગંભીર ખતરો બની શકે છે.
  • આબોહવાકીય ફેરફારથી ભયંકર ગરમી અને નબળા ચોમાસાની શક્યતા.
  • ૨૦૧૫-૧૬માં પણ સુપર અલ નીનોથી વરસાદમાં મોટો ઘટાડો થયો હતો.
  • મે-જુલાઈ વચ્ચે સુપર અલ નીનો જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા.

Super El Nino India 2026: વૈજ્ઞાનિકોએ ભારત માટે એક બહુ જ મોટી અને ગંભીર ચેતવણી આપી છે. આ વર્ષે એટલે કે 2026 માં દેશ પર 'સુપર અલ નીનો' (Super El Nino) નો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ખતરનાક આબોહવાકીય ફેરફારને કારણે દેશમાં ભયંકર ગરમી, નબળું ચોમાસું અને દુષ્કાળ જેવી કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. અગાઉ 2015-16 માં ભારતે આ આફતનો સામનો કર્યો હતો, ત્યારે વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને ખેતીને ભારે નુકસાન થયું હતું. હવે વિશ્વ હવામાન સંસ્થા જેવી વૈશ્વિક એજન્સીઓએ ફરી એકવાર આ કટોકટી પાછી ફરવાની આશંકા વ્યક્ત કરતા દેશમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

શું છે આ સુપર અલ નીનો?

આમ તો તમે અલ નીનો વિશે સાંભળ્યું જ હશે, પણ સુપર અલ નીનો એ તેનું જ એક અત્યંત વિકરાળ અને તીવ્ર રૂપ છે. આ સ્થિતિમાં પ્રશાંત મહાસાગર (Pacific Ocean) ની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ થઈ જાય છે. દરિયાની આ વધેલી ગરમી આખી દુનિયાની હવામાન પ્રણાલીને ખોરવી નાખે છે. સામાન્ય અલ નીનો કરતા સુપર અલ નીનો બહુ ઓછા આવે છે, પણ જ્યારે આવે છે ત્યારે ભારે તબાહી મચાવે છે.

ભારતે છેલ્લે ક્યારે કર્યો હતો સામનો?

જો આપણે આધુનિક ઇતિહાસની વાત કરીએ તો, ભારતે છેલ્લે 2015-16 માં સુપર અલ નીનોની મોટી અસર જોઈ હતી. તે સમયે દેશમાં વરસાદ સામાન્ય કરતા ઘણો ઓછો પડ્યો હતો, જેના લીધે જળ સંકટ ઉભું થયું હતું અને અનેક રાજ્યોમાં ખેતીને બહુ મોટો ફટકો પડ્યો હતો. આ પહેલા 1997-98 માં પણ આ ઘટનાએ દુનિયાભરમાં ચોમાસાની સાયકલ બગાડી નાખી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે 1877-78 માં આવેલા સુપર અલ નીનોએ તો ભારતમાં એવો ભયંકર દુષ્કાળ સર્જ્યો હતો જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેને ઇતિહાસની સૌથી ખરાબ આબોહવા આપત્તિઓમાંની એક ગણવામાં આવે છે.

2026 માં શું થઈ શકે છે?

હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે મે અને જુલાઈ મહિનાની વચ્ચે સુપર અલ નીનો જેવી સ્થિતિ સર્જાવાની 61% થી 80% જેટલી શક્યતાઓ છે. આની સીધી અસર ચોમાસા પર પડશે અને દેશમાં વરસાદ સામાન્ય સ્તર કરતા ઘટીને લગભગ 92% આસપાસ જ રહી શકે છે. કાગળ પર કદાચ આ 8% નો ઘટાડો તમને નાનો લાગતો હોય, પણ વાસ્તવિક જીવનમાં અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે તેના પરિણામો બહુ જ ગંભીર આવી શકે છે.

આ ઘટના આટલી ખતરનાક કેમ છે?

સુપર અલ નીનો સૌથી વધુ ચિંતાજનક એટલા માટે છે કારણ કે તે એક 'ચેઈન રિએક્શન' (સાંકળ પ્રતિક્રિયા) ઉભી કરે છે. તે માત્ર આકરી ગરમી જ નથી લાવતો, પણ વરસાદને પણ રોકી દે છે. વરસાદ ઓછો થવાથી પાકનું ઉત્પાદન ઘટે છે અને પીવાના પાણીની અછત ઉભી થાય છે. જો ઇતિહાસ પર નજર કરીએ તો, આવા સંજોગોમાં ઘણીવાર દુષ્કાળ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થાય છે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર અને સામાન્ય માણસના જીવન પર પડે છે.

Frequently Asked Questions

2026 માં ભારતમાં 'સુપર અલ નીનો' નો ખતરો શા માટે છે?

વૈજ્ઞાનિકોએ 2026 માં 'સુપર અલ નીનો' ની સંભાવના વ્યક્ત કરી છે, જે દેશમાં ગરમી, નબળું ચોમાસું અને દુષ્કાળ લાવી શકે છે.

સુપર અલ નીનો શું છે?

સુપર અલ નીનો એ અલ નીનોનું એક અત્યંત તીવ્ર રૂપ છે. આ સ્થિતિમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ થઈ જાય છે.

ભારતે છેલ્લે સુપર અલ નીનોનો સામનો ક્યારે કર્યો હતો?

ભારતે છેલ્લે 2015-16 માં સુપર અલ નીનોની મોટી અસર અનુભવી હતી, જેના કારણે વરસાદમાં ઘટાડો થયો અને ખેતીને નુકસાન થયું.

2026 માં સુપર અલ નીનોની સંભાવના કેટલી છે અને તેની શું અસર થઈ શકે છે?

મે અને જુલાઈ 2026 વચ્ચે સુપર અલ નીનો જેવી સ્થિતિ સર્જાવાની 61% થી 80% શક્યતા છે. આનાથી ચોમાસામાં ઘટાડો અને કૃષિ ક્ષેત્રે ગંભીર અસરો થઈ શકે છે.

સુપર અલ નીનો આટલો ખતરનાક કેમ છે?

સુપર અલ નીનો આકરી ગરમી અને વરસાદમાં ઘટાડો લાવીને 'ચેઈન રિએક્શન' ઉભી કરે છે, જેનાથી પાક ઉત્પાદન ઘટે છે અને પીવાના પાણીની અછત સર્જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget