શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં બિનજરૂરી સામાનની ઓનલાઇન ડિલીવરી ન કરવાનો ગૃહ મંત્રાલયનો આદેશ
વાસ્તવમાં 25 માર્ચના રોજ લોકડાઉન જાહેર થયા બાદ દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ ફક્ત જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય કરી રહી છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટનો સામનો કરવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ પર બ્રેક લાગી છે. જોકે, જરૂરી સામાનને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઇ-કોમર્સ કંપનીઓ મારફતે લોકડાઉન દરમિયાન બિન જરૂરી સામાનની સપ્લાય પર પ્રતિબંધ રહેશે.
લોકડાઉન લાગુ કર્યા બાદ સરકારે જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયની વાત કરી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલ દુકાનો ખુલી છે તો બીજી તરફ જરૂરી સામાનની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. જોકે, આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઇ-કોમર્સ કંપનીઓ મારફતે લોકડાઉન દરમિયાન બિન જરૂરૂ સામાનની સપ્લાય પર પ્રતિબંધ રહેશે.
વાસ્તવમાં 25 માર્ચના રોજ લોકડાઉન જાહેર થયા બાદ દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ ફક્ત જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય કરી રહી છે. જોકે, કેટલાક દિવસ અગાઉ સરકાર મારફતે નવી ગાઇડલાઇનમાં ઇ-કોમર્સ કંપનીઓને બીજા સામાનના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ સામાનની ડિલિવરી લોકડાઉન દરમિયાન કરવામાં આવશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ઓટો
Advertisement