યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા, યોગી સરકારને લાગ્યો ઝટકો
Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણને નિયમિત કરવા માટે કાયદો બનાવી શકે છે
Supreme Court Verdict: યુપી મદરેસા એક્ટ માન્ય છે કે ગેરકાયદે, સુપ્રીમ કોર્ટે મંગળવારે (5 નવેમ્બર) આ મામલે મોટો ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને યુપી મદરસા એક્ટની બંધારણીયતાને માન્યતા આપી છે. હાઈકોર્ટે તેને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે.
CJI DY ચંદ્રચૂડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે આ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણને નિયમિત કરવા માટે કાયદો બનાવી શકે છે. આમાં અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જેવા અનેક પાસાઓનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદરેસાઓ ધાર્મિક શિક્ષણ પણ આપે છે, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ માટે દબાણ કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પાસેથી ડિગ્રી આપવાનો અધિકાર છીનવી લીધો
યુપી મદરેસા એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદરેસા એક્ટમાં મદરેસા બોર્ડને ફાઝીલ, કામિલ જેવી ડિગ્રીઓ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ યુજીસી એક્ટ વિરુદ્ધ છે. આ દૂર કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડિગ્રી આપવી એ ગેરબંધારણીય છે, પરંતુ બાકીનો કાયદો બંધારણીય છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય પલટાયો -
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બોર્ડ સરકારની સંમતિથી આવી સિસ્ટમ બનાવી શકે છે, જ્યાં તે મદરેસાના ધાર્મિક પાત્રને અસર કર્યા વિના બિનસાંપ્રદાયિક શિક્ષણ આપી શકે. 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટ પર સુનાવણી કરતા હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચો