'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
Salman Khan Death Threat: થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી
!['જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત actor salman khan got again death threats by lawrence bishnoi name gangster in maharashtra 'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/ffebaf3ffd85c1af45244f19a7ca8ce4173078187292777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salman Khan Death Threat: બૉલીવૂડ એક્ટર સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈના નામે ફરી ધમકી મળી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છે અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા 5 કરોડ રૂપિયા આપવા જોઈએ. જો આમ ના કરવાથી તને મારી જાનથી નાખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, તેમને આ ધમકીભર્યા મેસેજ વિશે ગઈકાલે (સોમવારે) જાણ થઈ, જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ અડધી રાત્રે તેને વાંચ્યો. પોલીસ હાલમાં ધમકી આપનારા વ્યક્તિને શોધી રહી છે.
થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બૉલીવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરતા અનેક વૉટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.
શું છે સલમાન ખાન પર આરોપ ?
આ પહેલા પણ ઝારખંડના એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલીને માફી માંગી હતી. પોતાને લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતા આ વ્યક્તિએ કેસ પતાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 1990ના દાયકામાં કથિત કાળા હરણના શિકારને કારણે સલમાન લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહ્યો હતો.
બાબા સિદ્દીકીનો નજીકનો હતો સલમાન ખાન
થોડા દિવસ પહેલા જ સલમાનના નજીકના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં તેમની ઓફિસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી અગાઉ કોંગ્રેસના નેતા હતા. આ પછી તેઓ NCPમાં જોડાયા. 12 ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હતી. સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકી એ મતવિસ્તારમાંથી આવ્યા હતા જ્યાં સલમાન રહે છે.
આ પણ વાંચો
Diwali 2024: દિવાળી પાર્ટીમાં વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં મૌની રોયનો જોવા મળ્યો ટ્રેડિશનલ લૂક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)