Supreme Court: શું 'અનૌરસ' પુત્ર પૈતૃક સંપત્તિમાં ભાગ લેવાનો હકદાર છે? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા મુજબ તેને લગ્ન તરીકે ગણવામાં આવે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત ન રાખી શકાય.
Supreme Court on Property Rights: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા અનુસાર, તેને લગ્ન તરીકે ગણવામાં આવશે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો કે લગ્નના પુરાવાના અભાવે સાથે રહેતા પુરુષ અને સ્ત્રીના ' અનૌરસ' પુત્રને વડીલોપાર્જિત મિલકતો હિસ્સા માટે હકદાર નથી.
જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે કહ્યું કે એ વાત સારી રીતે પ્રસ્થાપિત છે કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી પતિ-પત્ની તરીકે સાથે રહે છે, તો તેને લગ્ન તરીકે ગણવામાં આવશે. પુરાવા અધિનિયમની કલમ 114 હેઠળ આવા અનુમાન લગાવી શકાય છે.
મિલકતમાં પુત્રના હિસ્સા પર SCએ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા મુજબ તેને લગ્ન તરીકે ગણવામાં આવે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત ન રાખી શકાય. કોર્ટનો નિર્ણય કેરળ હાઈકોર્ટના 2009ના નિર્ણય સામેની અપીલ પર આવ્યો જેમાં ટ્રાયલ કોર્ટને પુરુષ અને સ્ત્રી વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો પછી જન્મેલા પુરુષના વારસદારોને પૈતૃક સંપત્તિમાં હિસ્સો આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કેરળ હાઈકોર્ટે શું કહ્યું?
કેરળ હાઈકોર્ટે અરજદારને મિલકતમાં હિસ્સો આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો, કહ્યું હતું કે અરજદારના માતા-પિતા લાંબા સમયથી સાથે રહેતા હોવાના કોઈ પુરાવા નથી. બાદમાં અરજદારે કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.