બંધ થયેલા એકાઉન્ટના પૈસા કાયદેસર હકદારોને આપવાની માંગ, Supreme Courtએ જાહેર કરી નોટિસ
સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય અથવા બંધ બેંક ખાતાઓમાં જમા રૂપિયા તેના કાનૂની હકદારો માટે સુલભ બનાવવાની માંગ કરતી અરજી પર નોટિસ જાહેર કરી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય અથવા બંધ બેંક ખાતાઓમાં જમા રૂપિયા તેના કાનૂની હકદારો માટે સુલભ બનાવવાની માંગ કરતી અરજી પર નોટિસ જાહેર કરી છે. પત્રકાર સુચેતા દલાલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક અને અન્ય નિયમનકારી સંસ્થાઓમાં જમા આ રકમ 40 હજાર કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. તેનો ડેટા લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે એક સિસ્ટમ બનાવવાની જરૂર છે જેથી તેઓ તે પૈસાનો દાવો કરી શકે.
એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સુચેતા દલાલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈ હેઠળ ડિપોઝિટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEA ફંડ) બનાવ્યું છે. મેચ્યોર થયેલી એફડી, બંધ થયેલા એકાઉન્ટ્સ, નિષ્ક્રિય એકાઉન્ટ્સ એટલે કે નિષ્ક્રિય ખાતામાંથી નાણાં આ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કાયદાના નિયમો હેઠળ ખાતાધારક અથવા તેના કાયદેસરના વારસદારો આ નાણાં મેળવવા માટે હકદાર છે. પરંતુ લોકો તેની પ્રક્રિયાથી વાકેફ નથી. મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમના પૈસા DEA ફંડમાં પડ્યા છે.
આ આંકડા IEPFના નામે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ડેટા ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)ના નામે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, પરંતુ બહુ ઓછા લોકો તેનાથી વાકેફ છે. આમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયામાં લોકોએ એજન્ટને તગડું કમિશન આપવું પડે છે. આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જેકે મહેશ્વરીની બેન્ચે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાને મહત્વપૂર્ણ ગણાવ્યા હતો. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને નોટિસ જાહેર કરી છે.