શોધખોળ કરો

‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો

Supreme Court Live-in Relationship: સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્નની લાલચે 15 વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તૂટે તો તેને રેપ ન ગણી શકાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટ: લગ્નની લાલચ આપી 15 વર્ષ લિવ-ઇન, બળાત્કાર ગણાશે નહીં.
  • સંબંધ તૂટવાથી ગુનેગાર ન બને, કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ.
  • લિવ-ઇન સંબંધથી જન્મેલા બાળકને ગેરકાયદેસર ગણી શકાય નહીં.
  • બાળકને પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

Supreme Court Live-in Relationship: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, લાંબા સમય સુધી સહમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ જો સંબંધ તૂટે, તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. લગ્નની ખોટી લાલચ આપીને 15 વર્ષ સુધી સાથે રહેવાના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, માત્ર બ્રેકઅપ થવાથી કે સંબંધ તૂટી જવાથી કોઈ ગુનેગાર નથી બની જતું. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવા સંબંધથી જન્મેલા બાળકને ક્યારેય ગેરકાયદેસર ન ગણી શકાય અને તેને પોતાના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો પૂરો અધિકાર છે.

શું હતો આખો મામલો?

એક મહિલાએ એક તહસીલદાર પર આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તે આ આરોપીને મળી હતી, તે સમયે તે વિધવા હતી. આરોપીએ તેને લગ્નનું વચન આપ્યું અને બંને લગભગ 15 વર્ષ સુધી એકબીજાની સાથે લિવ ઇનમાં રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને એક બાળક પણ થયું. બાદમાં મહિલાને ખબર પડી કે આરોપી પહેલાથી જ પરિણીત છે અને તેણે આ વાત છુપાવી હતી, એટલું જ નહીં, તેના અન્ય મહિલાઓ સાથે પણ અફેર હતા.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું  "આમાં ગુનો ક્યાં છે?"

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાની બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો કે, "આમાં ગુનો ક્યાં બને છે? જો આમ જ ચાલશે તો, કોઈ પણ મહિલા લિવ ઇન રિલેશનશિપના બ્રેકઅપ પછી સીધી બળાત્કારની ફરિયાદ નોંધાવી દેશે. 15 વર્ષ સુધી તમે પોતાની મરજીથી સાથે રહ્યા હોવ, તો પછી તેને બળાત્કાર કેવી રીતે કહી શકાય?"

"અમને સહાનુભૂતિ છે, પણ કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ"

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર 'લગ્નનું ખોટું વચન' આપ્યું હોવાની વાતને આટલા લાંબા સંબંધ પછી બળાત્કારનો કેસ દાખલ કરવા માટેનો મજબૂત આધાર માની શકાય નહીં. કોર્ટે મહિલાને કહ્યું, "અમને તમારી સાથે પૂરી સહાનુભૂતિ છે કે તમને મૂર્ખ બનાવવામાં આવ્યા, પરંતુ માત્ર સંબંધ તોડી નાખવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત નથી થતો. સંબંધ તૂટવાનો બદલો લેવા માટે ફોજદારી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ."

બાળકને છે ભરણપોષણનો પૂરો અધિકાર

જોકે, ન્યાયાધીશોએ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, કાયદાની નજરમાં આવા સંબંધથી જન્મેલું બાળક "ગેરકાયદેસર" નથી. તેથી, તે મહિલાને પોતાના બાળકના ઉછેર માટે પિતા પાસેથી આર્થિક ટેકો (ભરણપોષણ) મેળવવાનો પૂરો અધિકાર છે. આ સ્પષ્ટતા કર્યા બાદ, કોર્ટે બંને પક્ષોને શાંતિથી અને સમજુતીથી આ મામલાનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કેન્દ્ર (મીડિએશન સેન્ટર) માં મોકલી આપ્યા હતા.

Frequently Asked Questions

લિવ-ઇન રિલેશનશિપ તૂટી જવા પર બળાત્કારનો કેસ થઈ શકે?

લાંબા સમય સુધી સહમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ જો સંબંધ તૂટે, તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. ફક્ત બ્રેકઅપ થવાથી કે સંબંધ તૂટી જવાથી કોઈ ગુનેગાર નથી બની જતું.

લિવ-ઇન સંબંધથી જન્મેલા બાળકને શું અધિકાર છે?

લિવ-ઇન સંબંધથી જન્મેલું બાળક ક્યારેય ગેરકાયદેસર ગણી શકાય નહીં. બાળકને પોતાના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો પૂરો અધિકાર છે.

લગ્નની ખોટી લાલચ આપીને લાંબા સમય સુધી સાથે રહેવાના કેસમાં સુપ્રીમ કોર્ટનો શું મત છે?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, માત્ર 'લગ્નનું ખોટું વચન' આપ્યું હોવાની વાતને આટલા લાંબા સંબંધ પછી બળાત્કારનો કેસ દાખલ કરવા માટેનો મજબૂત આધાર માની શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના મતે કાયદાનો દુરુપયોગ કેવી રીતે ટાળવો જોઈએ?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધ તૂટવાનો બદલો લેવા માટે ફોજદારી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ. કાયદાનો દુરુપયોગ ટાળવો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget