શોધખોળ કરો

કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો લીધો ઉધડો

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, ઝડપથી વળતર આપવાનું શરૂ કરો નહીં તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોંપી દઈશું. 

નવી દિલ્લીઃ કોરોના મૃતકોના પરિવારને વળતર મેળવવામાં ગુજરાતના લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, ઝડપથી વળતર આપવાનું શરૂ કરો નહીં તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોંપી દઈશું. 

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આજે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે ડેથ સર્ટિફિકેટ આપવામાં રાજ્ય સ્તરની બનેલી સ્ક્રૂટની કમિટી સામે નારાજગી વ્યક્ત કરી હતી.  સોલિસીટર જનરલને કહ્યું કે, રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરીને સરળ બનાવો. આ અંગે વધુ સુનાવણી આગામી શુક્રવાર ને 26મી નવેમ્બરે યોજાશે. 

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 45માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 148માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે દેશમાં 10,488 નવા કેસ નોંધાયા હતા અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

 

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

 

દેશમાં અત્યાર સુધીમાં 116,87,28,385 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,99,337 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

 

 

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,25,24,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,83,5679 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

 



ભારતમાં કોરોનાની સ્થિતિ

 

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413

 

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218

 

એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443

 

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget