શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ સરકારને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરે કમલનાથ
મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટની માંગવાળી ભાજપના નેતાઓની અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું 20 માર્ચ શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટની માંગવાળી ભાજપના નેતાઓની અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું 20 માર્ચ શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે સદનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામં આવે. કોર્ટે કહ્યું 16 ધારાસભ્યો પર વિધાનસભામાં આવવાને લઈને કોઈ દબાવ નથી. કોર્ટે કહ્યું કર્ણાટક અને મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કમલનાથ સરકાર કાલે ફ્લોર ટેસ્ટમાં હારશે.
ઉલ્લેખનીય છે કે, 10 માર્ચે કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. રાજીનામાં બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદથી મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement