Maharashtra: શું 20 વર્ષ પછી ફરી સાથે આવશે ઠાકરે 'બ્રધર્સ'? શરદ પવાર જૂથ તરફથી આવ્યું મોટું નિવેદન
Uddhav Thackeray-Raj Thackeray News: શરદ પવારની NCP-SP એ ઠાકરે બંધુઓ વચ્ચેના સમાધાનના પ્રસ્તાવનું સ્વાગત કર્યું. સુપ્રિયા સુલેએ કહ્યું કે જો બંને મહારાષ્ટ્રના હિતમાં સાથે આવે છે, તો તેમને સમર્થન આપવું જોઈએ.

Uddhav Thackeray-Raj Thackeray News: મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓના પુનઃમિલનની અટકળોએ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓને તેજ બનાવી દીધી છે. એવી અટકળો છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના મતભેદોને બાજુ પર રાખીને બંને ભાઈઓ હવે સાથે આવી શકે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેને હાથ મિલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આ અંગે શરદ પવાર જૂથના NCP તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP SP) ના સાંસદ સુપ્રિયા સુલેએ શનિવારે (19 એપ્રિલ) કહ્યું કે જો અલગ થયેલા પિતરાઈ ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના હિતમાં ફરીથી સાથે આવે છે, તો તેનું "સંપૂર્ણ સ્વાગત" થવું જોઈએ. બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ બે પિતરાઈ ભાઈઓ વચ્ચે સમાધાનની શક્યતા અંગેની અટકળો પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી.
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી હાથ મિલાવી શકે છે
મનસે નેતા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંભવિત રાજકીય સમાધાનની અટકળોએ જોર પકડ્યું, કારણ કે બંનેના નિવેદનોમાં સંકેત મળ્યો હતો કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણી શકે છે અને લગભગ બે દાયકા અથવા 20 વર્ષના અલગતા પછી હાથ મિલાવી શકે છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું કે તેમના ભૂતકાળના મતભેદો "નાના" હતા અને "મરાઠી માનુષ" ના વ્યાપક હિત માટે એક થવું કોઈ મુશ્કેલ કાર્ય નથી. શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ નાના મુદ્દાઓ અને મતભેદોને અવગણવા તૈયાર છે, બસ શરત એટલી છે કે, મહારાષ્ટ્રના હિતોની વિરુદ્ધ કામ કરનારાઓને કોઈ મહત્વ આપવામાં ન આવે.
'બાળ ઠાકરે આજે બહુ ખુશ થાત' - સુપ્રિયા સુલે
આ અંગે સુપ્રિયા સુળેએ કહ્યું, "રાજ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ તેમના વિવાદ કરતાં મોટો છે. આ મારા માટે ખુશીના સમાચાર છે. જો બાલ ઠાકરે આપણી વચ્ચે હોત, તો તેઓ આજે ખૂબ ખુશ હોત. જો બંને ભાઈઓ મહારાષ્ટ્રના હિત માટે ફરીથી એક થઈ રહ્યા છે, તો આપણે તેનું હૃદયપૂર્વક સ્વાગત કરવું જોઈએ." નોંધનિય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીશે પણ આ વાતને પોઝિટિવ રીતે લીધી હતી.




















