શોધખોળ કરો
Advertisement
69 ટકા ભારતીયોને રસી લગાવવાની કોઈ ઉતાવળ નથી, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ સર્વે માટે ભારતમાં 224 જિલ્લામાં 18,000 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વેસમાં સામેલ લોકોમાંથી 69 ટકા પુરુષ હતા જ્યારે 31 ટકા મહિલાઓ હતી.
દેશમાં કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. જોકે લોકે રસી લગાવવા માટે હજુ પણ સંપૂર્ણ રીતે આશ્વસ્ત નથી. સરકાર આગામી 10 દિવસમાં રસીકરણ શરૂ કરવાની તૈયારીમાં છે. જોકે એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશના 69 ટકા લોકો હાલમાં કોરોનાની રસી લગાવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.
3 જાન્યુઆરીના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને ડીસીજીઆઈએ મંજૂરી આપી હતી. પરંતુ લોકલ સર્કલ્સના સર્વેમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેશના અંદાજે 70 ટકા લોકો કોરોનાની રસી લેવા માટે કોઈ ઉતાવળ નથી.
સર્વેની સેમ્પલ સાઈઝ
આ સર્વે માટે ભારતમાં 224 જિલ્લામાં 18,000 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વેસમાં સામેલ લોકોમાંથી 69 ટકા પુરુષ હતા જ્યારે 31 ટકા મહિલાઓ હતી. 51 ટકા લોકો ટિયર 1 શહેરમાંથી જ્યારે 31 ટકા લોકો ટિયર 2 શહેરમાંથી હતા. ઉપરાંત ટિયર 3, ટિયર 4 અને ગ્રામીણ જિલ્લામાંથી સામેલ લોકોની સંખ્યા 18 ટકા રહી. ઉપરાંત બાળકોને રસી લગાવવા સાથે જોડાયેલ સર્વેમાં વધારાના 10,000 લોકો જોડાયા હતા. આ સર્વે લોકલ સર્કલ્સના પ્લેટફોર્મ્સ પર કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં સામેલ થનાર નાગરિકોને લોકલ સર્કલ્સની સાથે રજિસ્ટર્ડ થવું જરૂરી હતું.
લોકલ સર્કલ્સના સર્વેમાં થયો મોટો ખુલાસો
લોકલ સર્કલ્સના એક સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે દેશમાં રસી લગાવવા માટે લોકોને હાલમાં કોઈ ઉતાવળ નથી અને આ આંકડો 69 ટકાનો છે. મોટી વાત એ છે કે ડિસેમ્બર 2020થી લઈને જાન્યુઆરી 2021 દરમિયાન આ આંકડામાં કોઈ ફેરફાર થયો ન હતો.
ઉપરાંત માત્ર 26 ટકા લોકોએ કહ્યું કે, તેઓ એપ્રિલ 2021 સુધી પોતાના બાલકોને કોરોનાની રસી અપાવશે.
ઉપરાંત લોકલ સર્કલ્સના સર્વેમાં 61 ટકા લોકો ઇચ્છે છે કે ભારત સરકાર ફાઈઝર અને મોડર્નાની રસીને કોમર્શિયલ ઉપયોગ માટે ટ્રાયલને મંજૂરી આપે.
8723 લોકોમાંથી માત્ર 26 ટકા લોકોએ કહ્યું કે, તેઓ જેટલી બને તેટલી ઝડપથી રસી લઈ લેશે પછી તે ખાનગી હોય કે સરકારી માધ્યમથી હોય. જ્યારે 5 ટકા લોકોએ કહ્યું કે, તે તેઓ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે અને ઝડપથી તેઓ સરકારી માધ્યમથી થનાર રસીકરણો ભાગ બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion