શોધખોળ કરો
રેડ ઝોનમાં પણ લોકોને જોઈએ છે છૂટછાટ, જાણો લોકડાઉન 4ને લઈને લોકોએ શું કહ્યું? સર્વેમાં થયો મોટો ખુલાસો
દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે.

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે. જોકે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 74 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધી 2415 લોકોના મોત નિપજ્યાં છે. લોકડાઉન 4ને લઈને વેબસાઈટ લોકલ વિસ્તારનો એક સર્વે કર્યો છે. જાણો આ સર્વેમાં શું સામે આવ્યું. સવાલ નંબર 1 શું 17 મે પછી લોકડાઉન 4.0 લંબાવવું જોઈએ? 45 ટકાએ કહ્યું - બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. 35 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ અને ઓછા સ્ટાફની સાથે ઓફિસો ખોલવામાં આવે 19 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે બધાં કામ થાય 1 ટકાએ કહ્યું - કંઈ કહી શકાય નહીં (કોરોનાથી સંક્રમણ થયેલા 14 જિલ્લા સર્વે - 7452 લોકોએ કર્યો વોટ) સવાલ નંબર 2 14 જિલ્લા સિવાય જે રેડ ઝોન છે તેમાં કેવું હોવું જોઈએ લોકડાઉન? 57 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ, ઓછા સ્ટાફની સાથે ઓફિસ ખોલવામાં આવે 24 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે કામ કરવામાં આવે 16 ટકાએ કહ્યું - 2 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેવું જોઈએ 3 ટકાએ કહ્યું - કહી શકાય નહીં (6797 લોકોએ વોટ કર્યો) સવાલ નંબર 3 વિમાન, ટ્રેન, બસ સેવા શરૂ થઈ થાય તો આગામી 3 મહિના યાત્રા કરશો? 9 ટકાએ કહ્યું - મુસાફરી નહીં કરીએ 72 ટકાએ કહ્યું - ઈમરજન્સી નહીં હોય તો મુસાફરી નહીં કરીએ 11 ટકાએ કહ્યું - જરૂર મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - લગભગ મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - કહીં શકાય નહીં (7007 લોકોએ વોટ કર્યો) પરંતુ સર્વે પ્રમાણે, ત્રણ મેના સર્વેમાં 74 ટકા લોકોએ કહ્યું હતું કે, બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. જ્યારે 12 મેના સર્વેમાં 45 ટકાએ લોકોનું માનવું ચે કે, હજુ વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવું જોઈએ એટલે પહેલાનો સર્વે જોતાં હવે ઓછા લોકોની ઈચ્છા છે કે લોકડાઉન 4 બે અઠવાડિયાનું ના હોવું જોઈએ. આ 14 જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ તમને જણાવી દઈએ 14 જિલ્લા એવા છે જ્યાં સૌથી સંક્રમણ ફેલાયો છે. આ જિલ્લામાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, પુણે, ઈન્દોર, થાણે, જયપુર, જોધપુર, સુરત, કોલકતા, આગરા, હૈદરાબાદ અને ભોપાલ છે.
વધુ વાંચો





















