શોધખોળ કરો
Advertisement
જયશ્રી કૃષ્ણ કહીને અભિવાદન કરતા હતા સુષ્મા, હું તેમને જય દ્વારકાધીશ કહેતોઃ મોદી
મોદીએ કહ્યું, સુષ્માજી કૃષ્ણ ભક્તિને સમર્પિત હતા. અમે જ્યારે પણ મળતા ત્યારે તેઓ મને જયશ્રી કૃષ્ણ કહેતા હતા, હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો.
નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ મંગળવારે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને કોંગ્રેસ નેતા આનંદ શર્મા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રદ્ધાંજલિ સભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું, સુષ્મા સ્વરાજ અનુશાસન સાથે કામ કર્યું. તેઓ વિચારોના પાક્કા હતા. સાંસદો સરકારી આવાસ ખાલી નથી કરતાં પરંતુ તેમણે તાત્કાલિક કરી દીધું હતું. તેમના વ્યક્તિત્વની એક અનોખી બાબત હતી. તેમણે દરેક કામને ખૂબ ખંતથી કર્યું. તેમનું ભાષણ પ્રભાવી હોવાની સાથે પ્રેરક પણ હતું. તેમના વકતવ્યમાં વિચારોની ઊંડાઈનો દરેક અનુભવ કરતા હતા.
મોદીએ કહ્યું, સુષ્માજી કૃષ્ણ ભક્તિને સમર્પિત હતા. અમે જ્યારે પણ મળતા ત્યારે તેઓ મને જયશ્રી કૃષ્ણ કહેતા હતા, હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો. કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં તેમનું સપનું પૂરું થયું. તેમણે વિદેશ મંત્રાલયને લોકોનું મંત્રાલય બનાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું તેઓ દરેક કામ બખૂબી કરતા હતા. તેઓ ઉંમરમાં મારાથી નાના હતા પરંતુ હું જાહેરમાં કહેવા માંગુ છું કે મને તેમની પાસેથી ઘણું શીખવાનું મળતું હતું. સુષ્મા સ્વરાજનું 6 ઓગષ્ટની રાતે હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા વર્ષો પહેલા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી હતી. અમેરિકામાં ફરી ગૂંજશે મોદી-મોદી, કાર્યક્રમ માટે 40 હજાર લોકો કરાવી ચુક્યા છે બુકિંગ મેદાન બાદ બિઝનેસની પિચ પર ધોનીની નવી ઈનિંગ, આ કંપનીમાં લગાવ્યા રૂપિયા, જાણો વિગત રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરોDelhi: Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP Working President JP Nadda observe 2-minute silence during the condolence meet for late former Union Minister & BJP leader Sushma Swaraj at Jawaharlal Nehru Stadium. pic.twitter.com/r31jyJuPYi
— ANI (@ANI) August 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement