શોધખોળ કરો
Advertisement
રાજ્યના તમામ લોકોને મફત કોરોના વેક્સીન આપવાની કયા રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત ? જાણો વિગત
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યની જનતાને મફતમાં કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તેના બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ત્યારે આ વાયરસની સારવાર માટે અનેક દેશોમાં કોરોના વેક્સીની ટ્રાયલ ચાલી રહી છે. તેની વચ્ચે તમિલનાડુ સરકારે રાજ્યની જનતાને મફત કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી દીધી છે. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ કહ્યું કે, એકવાર કોરોના વેક્સીન તૈયાર થઈ જશે તેના બાદ રાજ્યના તમામ લોકોને મફતમાં રસી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યની જનતાને મફતમાં કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તેને લઈને હવે રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. પાર્ટીની ભારે ટીકા થઈ રહી છે અને વિપક્ષી પાર્ટીઓ તેને ચૂંટણીની ચાલ ગણાવી રહ્યાં છે. વિવાદ બાદ ભાજપે સ્પષ્ટતા કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારણે બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં ગુરુવારે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે. પાર્ટીએ સરકાર બનવા પર સમગ્ર બિહારમાં ફ્રી કોરોના રસી આપવાની તથા 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે.Once #COVID19 vaccine is ready, it will be provided to all people of the state free of cost, announces Tamil Nadu Chief Minister Edappadi K. Palaniswami (File photo) pic.twitter.com/INOtW2Z44u
— ANI (@ANI) October 22, 2020
આરજેડી નેતા તેજસ્વી યાદવે વેક્સીનને લઈ સવાલ ઉઠવતા ભાજપ પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસી દેશની, ભાજપની નથી. કૉંગ્રેસ નેતા શશિ થરૂરે પણ ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “તમે મને વોટ આપ હું તમને વેક્સીન” સાથે તેમણે ચૂંટણી આયોગને ધ્યાન દોરવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion