શોધખોળ કરો

Stalin Resignation: હાર બાદ તમિલનાડુના CM સ્ટાલિને આપ્યું રાજીનામું, નવી સરકારની રચનાનો રસ્તો સાફ 

 પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે તેમનો રાજીનામાનો પત્ર રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • DMK પ્રમુખ એમકે સ્ટાલિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
  • મતદારોનો આભાર વ્યક્ત કરી, ચૂંટણી પરિણામો સ્વીકાર્યા.
  • DMK વિરોધ પક્ષ તરીકે લોકોની માંગણીઓ માટે લડશે.
  • TVK પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જ્યો.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ DMK પ્રમુખ એમકે સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.  પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે તેમનો રાજીનામાનો પત્ર રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજયના નેતૃત્વ હેઠળની TVK  પાર્ટીને શાસક DMK  સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ  સ્ટાલિને સત્તા પરથી રાજીનામું આપવાનું આ મહત્વપૂર્ણ પગલું ભર્યું જેનાથી રાજ્યમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થયો છે. 

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ એમકે સ્ટાલિને રાજ્યના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સત્તા ગુમાવવા છતાં સ્ટાલિને ચૂંટણી પરિણામો સ્વીકાર્યા અને ડીએમકે ગઠબંધનને ટેકો આપનારા તમામ મતદારોનો આભાર માન્યો. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો પક્ષ ચૂંટણી હારી ગયો હોવા છતાં લોકો દ્વારા આપવામાં આવેલ દરેક મત તેમના માટે વિશ્વાસનું મૂલ્યવાન પ્રતીક છે.

આ પણ વાંચો-તમિલનાડુમાં શાનદાર પ્રદર્શન બાદ બુહમતથી દૂર વિજયની પાર્ટી, કઈ રીતે બનશે સરકાર? જાણો સમીકરણ 

સ્ટાલિને સોશિયલ મીડિયા પર શું કહ્યું હતું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, સ્ટાલિને લોકો સાથે કેટલાક મહત્વપૂર્ણ આંકડા શેર કર્યા. તેમણે જણાવ્યું કે ડીએમકે ગઠબંધનને આ ચૂંટણીમાં કુલ 1 કરોડ 54 લાખ 82 હજર 782 મત મળ્યા છે.  સ્ટાલિને જણાવ્યું હતું કે વિજેતા પક્ષ અને ડીએમકે વચ્ચે મત તફાવત બહુ મોટો નહોતો. વિજેતા પક્ષને ડીએમકે કરતાં માત્ર 17.43  લાખ મત વધુ મળ્યા, જે કુલ મત હિસ્સામાં માત્ર 3.52 ટકાનો તફાવત હતો.

DMK વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે

આ પ્રશ્નના જવાબમાં સ્ટાલિને તેમના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે ડીએમકે છ વખત સત્તામાં રહી છે. તેમણે કહ્યું કે એવી કોઈ જીત કે હાર નથી જેનો પક્ષે સામનો ન કર્યો હોય. સ્ટાલિને જાહેર કર્યું કે જો તેઓ સત્તામાં હોત તો તેઓ લોકો માટે યોજનાઓ બનાવતા પરંતુ હવે જ્યારે તેઓ વિરોધ પક્ષમાં છે ત્યારે તેઓ લોકોની માંગણીઓ માટે સંપૂર્ણ તાકાતથી લડશે. તેમણે ખાતરી આપી હતી કે ડીએમકે એક મજબૂત વિપક્ષી પક્ષ તરીકે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે જાહેર અધિકારોની રાજનીતિ ચાલુ રાખશે.

TVK એ મોટો અપસેટ સર્જ્યો?

આ વર્ષના વિધાનસભા ચૂંટણી પરિણામોએ સમગ્ર રાજ્યને મોટો આંચકો આપ્યો છે. તેની પ્રથમ ચૂંટણીમાં TVK એ શાનદાર પ્રદર્શન કર્યું, 234 સભ્યોની વિધાનસભામાં 107  બેઠકો જીતી. જો કે, પાર્ટી બહુમતીથી 11 બેઠકો ઓછી પડી ગઈ. દરમિયાન, DMK ફક્ત 59 બેઠકો પર સમેટાઈ ગયું. સરકાર બનાવવા માટે  TVK કોંગ્રેસ, ડાબેરી પક્ષો, CPI(M) અને VCK જેવા નાના પક્ષોનો ટેકો માંગે તેવી અપેક્ષા છે. 

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget