શોધખોળ કરો
Advertisement
Tamil Nadu Elections 2021: તમિલનાડુમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ ? AIDMK સાથે થયું ગઠબંધન
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકે શુક્રવારે છ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પોતાના વતન સેલમમાં ઈડાપ્પડી વિસ્તારમાંથી અને ઉપમુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ થેણી જિલ્લામાં બોદિનાયાકનૂરથી ચૂંટણી લડશે.

વરિષ્ઠ નેતા ડી જયકુમાર રોયાપુરમથી અને સી વી શનમુગમ ઉત્તરી તમિલનાડુમાં વિલ્લુપુરમથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ધારાસભ્ય એસ પી શનમુગનાથન અને એસ થેનમોઝી ક્રમશ શ્રીવૈગુંડમ અને નીલાકોટ્ટઈ બેઠક પરથી ચૂંટણી લડશે.
તમિલનાડુમાં 20 બેઠકો પર ભાજપ
તમિલનાડુમાં 20 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે. રાજ્યના સત્તાધારી પક્ષ એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતરનારી ભારતીય જનતા પાર્ટી કન્યાકુમારી લોકસભા પેટા ચૂંટણીમાં પણ પોતાનો ઉમેદવાર ઉતારશે. તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. અહીં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર પડે છે. અહીં 6 એપ્રિલે મતદાન થશે. જ્યારે 2 મેના રોજ પરિણામ જાહેર થશે.
AIADMK જીતી હતી 136 બેઠકો
તમિલનાડુમાં 24 મે 2021ના હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અહીં AIADMKની સરકાર છે અને ઈ પલાનીસામી રાજ્યના મુખ્યમંત્રી છે. 2016માં AIADMKએ પોતાના સહયોગીઓ સાથે મળી ચૂંટણી લડી હતી. ગત ચૂંટણીમાં તેમણે 136 બેઠકો પર જીત મેળવી હતી.જ્યારે મુખ્ય વિપક્ષી દળ ડીએમકેએ 89 બેઠકો જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion