(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ટિકીટ ન આપતા આ સાંસદે ઝેરી દવા પીધી
લોકસભા ચૂંટણી 2024 માટે MDMK સાંસદ ગણેશમૂર્તિને રવિવારે (24 માર્ચ) નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
MP Ganeshmurthi News: લોકસભા ચૂંટણી 2024 માટે MDMK સાંસદ ગણેશમૂર્તિને રવિવારે (24 માર્ચ) નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2019માં તમિલનાડુની ઈરોડ લોકસભા સીટ પરથી સાંસદ બનેલા ગણેશમૂર્તિની તબિયત બગડતાં તેમના પરિવાર દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે સાંસદ ગણેશમૂર્તિને તેમના પરિવારના સભ્યો રવિવારે સવારે 9.30 વાગ્યે હોસ્પિટલમાં લાવ્યા હતા. ચેકઅપ બાદ ડોક્ટર્સે તેને આઈસીયુમાં શિફ્ટ કર્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
પરિવારજનોનો દાવો - સાંસદે ઝેર પીધું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સાંસદે જંતુનાશક ઝેરનું સેવન કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ એ ગણેશમૂર્તિએ લોકસભા ચૂંટણી 2024 માટે ટિકિટ ન મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. MDMK સાંસદ ગણેશમૂર્તિને રવિવારે (24 માર્ચ) નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો કે, જ્યારે ડોક્ટરોને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ આ અંગે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો. બાદમાં સાંસદને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સાંસદ ગણેશમૂર્તિની હાલત ગંભીર
આ સમય દરમિયાન સાંસદની દેખરેખ માટે એમ્બ્યુલન્સમાં બે ડોકટરો અને તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હાજર હતા. તાજેતરની માહિતી અનુસાર, સાંસદ ગણેશમૂર્તિની તબિયતમાં હાલમાં સુધારો જોવા મળી રહ્યો છે. જો કે તેની હાલત હજુ પણ નાજુક છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
સાંસદ ગણેશમૂર્તિની નાદુરસ્ત તબિયતની માહિતી મળ્યા બાદ ઘણા નેતાઓ કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યા હતા. તેમાં DMK નેતા એસ મુથુસામી, રાજ્યના શહેરી વિકાસ અને આવાસ અને આબકારી અને પ્રતિબંધ મંત્રી ડૉ. સી સરસ્વતી, મોદાકુરિચીના બીજેપી ધારાસભ્ય, AIADMK નેતા કે.વી. રામલિંગમ અને કેટલાક અન્ય લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ગણેશમૂર્તિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial