શોધખોળ કરો
Advertisement
ITએ કોંગ્રેસના કયા મોટા નેતાને રૂબરૂ હાજર રહેવા સમન્સ બજાવ્યું? જાણો
કોંગ્રેસના જાહેર નહીં કરાયેલાં ભંડોળ તેમજ ચૂંટણી ખર્ચ મળીને કુલ રૂપિયા 550 કરોડના સંદર્ભમાં સમન્સની બજવણી કરવામાં આવી છે.
નવી દિલ્હી: આવકવેરા દ્વારા પાર્ટીનાં રૂપિયા 550 કરોડનાં ભંડોળના સંદર્ભમાં કોંગ્રેસને સમન્સ બજાવવામાં આવ્યા બાદ આઈટી અધિકારીઓ દ્વારા પાર્ટીના ખજાનચી અહમદ પટેલને રૂબરૂ હાજર રહેવા સમન્સ બજાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના જાહેર નહીં કરાયેલાં ભંડોળ તેમજ ચૂંટણી ખર્ચ મળીને કુલ રૂપિયા 550 કરોડના સંદર્ભમાં સમન્સની બજવણી કરવામાં આવી છે. IT દ્વારા 2 એપ્રિલ 2019ના રોજ મધ્યપ્રદેશનાં કેટલાંક સ્થળો સહિત કુલ બાવન સ્થળોએ દરોડા પાડ્યા હતાં. આ ઉપરાંત હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અહમદ પટેલે જણાવ્યું હતું કે, હાલ તેમની તબિયત નાદુરસ્ત છે અને તેઓ સંસદીય કાર્યોમાં વ્યસ્ત છે. બે પૈકી એક સમન્સ તેમના સંસદીય ઈમેલ પર મોકલવામાં આવ્યો છે. સંસદ સત્ર પૂરું થયા બાદ તમામ સમન્સનો જવાબ આપવામાં આવશે. આ પ્રકારનું ભંડોળ તમામ પક્ષોને મળતું હોય છે તેથી તેમાં કશું નવું નથી.
નાણામંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ પક્ષના નાના નેતાઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ હૈદરાબાદમાં દરોડા પછી નિયમો અને કાયદાનો મોટાપાયે ભંગ કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા 170 કરોડનાં દાનની રકમ પકડાઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસના ખજાનચીને સમન્સ મોકલાયો છે. 2019ની ચૂંટણી પહેલા કુલ રૂપિયા 400 કરોડ ખોટી રીતે મેળવવામાં આવ્યા હોવાનું જણાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion