Telangana: હૈદરાબાદમાં AIMIMના કોર્પોરેટરે ઓનડયુટી પોલીસ કર્મચારીને ધમકાવ્યા, જુઓ વિડીયો
Hyderabad News : યુનાની હોસ્પિટલની સામે કેટલાક લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા અને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલો શરૂ થયો હતો.
Telangana: ભોલકપુર AIMIM કોર્પોરેટર મોહમ્મદ ગૌસુદ્દીનની ધરપકડના એક દિવસ બાદ બુધવારે રાત્રે હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં બીજી ઘટના બની હતી. આ ઘટનામાં કોર્પોરેટર સૈયદ સોહેલ કાદરીએ ઓનડ્યુટી રહેલા પોલીસ કર્મચારીઓને ધમકાવ્યાં હતા. યુનાની હોસ્પિટલની સામે કેટલાક લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા અને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલો શરૂ થયો હતો.
એબીપી દેશમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. AIMIM કોર્પોરેટર સૈયદ સોહેલ કાદરીએ પોલીસમાં ફરિયાદ કરતા યુનાની હોસ્પિટલના સ્ટાફ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્પોરેટર સૈયદ સોહેલ કાદરીએ પોલીસ સાથે દલીલ કરી હતી. પોલીસ ત્યાંથી વાહનો ખાલી કરવા માટે ત્યાં આવી હતી. કોર્પોરેટર સૈયદ સોહેલે જણાવ્યું કે ત્યાં ઘણા વર્ષોથી આ રીતે પાર્કિંગથાય છે. આવું કહી તેમણે વિવાદ શરૂ કર્યો હતો અને પોલીસ કર્મચારીને ધમકાવ્યા હતા, જુઓ આ ઘટનાનો વિડીયો :
રમઝાન મહિનો હોવાથી મક્કા મસ્જિદમાં દરરોજ વિશેષ નમાજ પઢવામાં આવે છે. મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમો નમાજ અદા કરવા આવે છે. આ બધા માટે યુનાની હોસ્પિટલના પરિસરમાં દર વર્ષે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ વ્યવસ્થા કરવામાં આવી નથી. યુનાની હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરિણામે મક્કા મસ્જિદમાં નમાજ પઢવા આવેલા તમામ લોકોએ હોસ્પિટલના ગેટ આગળ પોતાના વાહનો પાર્ક કરી દીધા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અને આ માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
પણ વિડીયોમાં જોઈ શકાય છે કે AIMIM કોર્પોરેટર સૈયદ સોહેલ કાદરીએ વાહનો હટાવવા બાબતે પોલીસ સાથે રીતસરની દાદાગીરી કરી હતી અને વાહન હટાવવા આવેલા પોલીસ કર્મચારીને ધમકાવ્યા હતા. એક ઉપરી અધિકારી સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે વાહન દર વખતે અહીં જ પાક કરવામાં આવે છે.