તેલંગાણામાં કૉંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, CM કેસીઆર સામે રેવંત રેડ્ડીને ઉતાર્યા
કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કામરેડ્ડીથી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સામે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કામરેડ્ડીથી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સામે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. રેવંત રેડ્ડી કોડંગલથી પણ ચૂંટણી લડી રહ્યા છે. તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
The Congress' Central Election Committee has released the 3rd list of candidates for the Telangana Assembly elections 2023. pic.twitter.com/ilh8JxjSnu
— Congress (@INCIndia) November 6, 2023
સીએમ કેસીઆર કામરેડ્ડી અને ગજવેલ બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે.
ABP Cvoter Opinion Polls: તેલંગાણામાં KCR ફરી મારશે બાજી કે, કોંગ્રેસને મળશે સફળતા
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન 30મી નવેમ્બરે યોજાશે. તે પહેલા, સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો હતો. ચૂંટણીના પરિણામો ફરી એક વખત કેસીઆરની પાર્ટીને બહુમતી મળવાના સંકેત આપી રહ્યા છે. તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી (2 જૂન, 2014ના રોજ) કે ચંદ્રશેખર રાવ મુખ્ય પ્રધાન છે. આ વખતે અહીં બીજી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
જો ચૂંટણીના ડેટાને પરિણામોમાં કન્વર્ટ કરવામાં આવે તો કેસીઆરને ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાની તક મળશે. જો કે, પોલના આંકડા મુજબ, BRS પછી કોંગ્રેસની સ્થિતિ પણ સારી દેખાઈ રહી છે. આ વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેલંગાણામાં જોરશોરથી જાહેર સભાઓ કરી છે અને પાર્ટીએ રાજ્યમાં ઘણી ગેરંટીનું વચન આપ્યું છે. ચૂંટણીના આંકડામાં ભાજપને ઓછી બેઠકો અને વોટ ટકાવારી મળી રહી છે. છેવટે, ચાલો જાણીએ કે ઓપિનિયન પોલના ડેટામાં તેલંગાણા વિશે લોકોનો અભિપ્રાય શું છે.
તેલંગાણામાં કઈ પાર્ટીને કેટલા વોટ મળી શકે ?
(સ્રોત - સી વોટર)
કુલ બેઠકો- 119
કોંગ્રેસ - 39%
ભાજપ - 14%
BRS- 41%
અન્ય - 6%
પોલના આંકડા અનુસાર, તેલંગાણામાં સૌથી વધુ (41%) મતોની ટકાવારી BRSને જતી જણાય છે. કોંગ્રેસને બીજા સ્થાને 39 ટકા વોટ મળી શકે છે. ભાજપને 14 ટકા અને અન્યને 6 ટકા વોટ મળી શકે છે.
તેલંગાણામાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે?
(સ્રોત - સી વોટર)
કુલ બેઠકો- 119
કોંગ્રેસ- 43-55
ભાજપ- 5-11
બીઆરએસ- 49-61
અન્ય- 4-10
તેલંગાણામાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 60 સીટોનો છે. સી-વોટરના ઓપિનિયન પોલના ડેટા અનુસાર, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) બહુમતીના નિશાનની નજીક જોવા મળી રહી છે.