શોધખોળ કરો
Advertisement
તેલંગણા સરકારે પ્રાઈવેટ હોસ્પિટલો અને લેબને આપી કોરોના ટેસ્ટિંગની મંજૂરી
તેલંગણા સરકારે રાજ્યમાં કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા હવે પ્રાઈવેટ હોસ્પિટલો અને લેબને કોરોના વાયરસના ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી છે.
હૈદરાબાદ: તેલંગણા સરકારે રાજ્યમાં કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા હવે પ્રાઈવેટ હોસ્પિટલો અને લેબને કોરોના વાયરસના ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી છે. મુંખ્યમંત્રીએ પ્રગતિ ભવનમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોના અને અન્ય મુદ્દાઓ પર સમીક્ષા બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં હવે પ્રાઈવેટ હોસ્પિટલો અને લેબને કોરોના ટેસ્ટિંગની મંજરી આપવામાં આવી છે. સરકારે તેને લઈને ફી અને ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે.
સરકારે કડક શબ્દોમાં કહ્યું છે કે સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ જ પ્રાઈવેટ હોસ્પિટલ અને લેબ ફી લઈ શકશે. તેમાં વધારે ફી લેવા પર હોસ્પિટલ અને લેબ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે જે ફી નક્કી કરી છે તે મુજબ પ્રાઈવેટ લેબ ટેસ્ટિંગના 2200 રૂપિયા લઈ શકે છે. 4000 રૂપિયા આઈસોલેશનના જ્યારે 7500 રૂપિયા આઈસીયૂ અથવા વેન્ટિલેટર વગરના રૂમના. વેન્ટિલેટર સાથે બેડના 9000 રૂપિયા હવે લઈ શકશે. આનાથી વધારે ચાર્જ વસુલવા પર સરકાર કડક કાર્યવાહી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement