શોધખોળ કરો

West Bengal Landslide: દાર્જલિંગમાં ભયંકર ભૂસ્ખલન, 17 લોકોના મોત, રેક્સ્યુ ઓપરેશન ચાલુ

West Bengal Landslide: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલી ભયાનક આફત બાદ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

West Bengal Landslide:પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે. દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રસ્તાઓને નુકસાન થયું છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ઘણા દૂરના ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. એએફપીના અહેવાલ મુજબ, 2૦ લોકોના મોત થયા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે.

દાર્જિલિંગમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક મિરિક તળાવ વિસ્તારમાં રાહત અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે NDRF ને તૈનાત કરવામાં આવ્યું છે.

દાર્જિલિંગ ભૂસ્ખલન અંગે 1૦ મહત્વપૂર્ણ અપડેટ્સ

એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં નવ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. રાજ્ય સરકારના એક મંત્રીએ શનિવાર બપોરે ૨ વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 17 હોવાનું જણાવ્યું હતું.

દાર્જિલિંગના સરસાલી, જસબીરગાંવ, મિરિક બસ્તી, ધાર ગામ (મેચી) અને મિરિક તળાવ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 17 થયો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધાર ગામમાં કાટમાળમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યાં ભૂસ્ખલનમાં અનેક ઘરો તણાઈ ગયા હતા. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં બચાવ ટીમો રાહત કામગીરી ચાલુ રાખી રહી છે.

ભૂસ્ખલનને કારણે મિરિક-સુખિયાપોખરી રોડ સહિત અનેક પર્વતીય રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ઘણા ગામડાઓ સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે.

મંત્રી ઉદયન ગુહાએ કહ્યું કે, પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. અહેવાલો અનુસાર, મિરિકમાં 11 અને દાર્જિલિંગમાં 6 લોકોના મોત થયા છે. જોકે, આ આંકડો વધુ વધી શકે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે સતત વરસાદ રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. આ વિસ્તાર લપસણો છે અને ઘણા ઘરો ધરાશાયી થયા છે. નુકસાનની સંપૂર્ણ સમીક્ષા  હજુ બાકી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિષ્ણુલાલ ગામ, વોર્ડ 3 લેક સાઇડ અને જસબીર ગામ (મીરિક) ના ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક એનજીઓ અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી કામચલાઉ રાહત શિબિરો સ્થાપવામાં આવી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દાર્જિલિંગ અને કાલિમપોંગ સહિત ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ માટે રેડ એલર્ટ જાહેર  કર્યું છે. 6 ઓક્ટોબર સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ આગામી દિવસોમાં નવા ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની ચેતવણી આપી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલ જાનહાનિ ખૂબ જ દુ:ખદ થયું  છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
Embed widget