શોધખોળ કરો
Advertisement
બુર્કિના ફાસોમાં મોટો આતંકવાદી હુમલો, 35 લોકોના મોત, 80 આતંકીઓ પણ ઠાર
રાષ્ટ્રપતિએ આ મોટા આતંકી હુમલાની જાણકારી ટ્વીટર પર આપી હતી. હુમલામાં મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકી હુમલો થયો છે, હુમલમાં 35 લોકોના મોત થઇ ગયો છે. સુરક્ષાદળોની સાથે અથડામણમાં 80 આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયા છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કોબોરે આની જાણકારી આપતા કહ્યું કે, આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં લગભગ 80 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ આ મોટા આતંકી હુમલાની જાણકારી ટ્વીટર પર આપી હતી. હુમલામાં મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. બુર્કિના ફાસોની સેનાએ કહ્યું અરબિંદા શહેરમાં સવાર સવારમાં થયેલા આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા છે. હુમલામાં કેટલાય નાગરિકો અને 80 આતંકીઓ માર્યા ગયાની માહિતી આપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં બુર્કિના ફાસોમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે.
સોઉમ પ્રાંતમાં અરબિંદામાં એક સૈન્ય કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. બુર્કિના ફાસોના પાડોશી દેશ માલી અને નાઇઝર છે, જ્યાં અવારનવાર આતંકી હુમલા થતા રહે છે. આ આખા વિસ્તારમાં 2015થી આતંકી ઘટનાઓ સતત વધી રહી છે.
રાષ્ટ્રપતિ રોચ માર્કે કહ્યું કે જવાનોની સાહસી કાર્યવાહીમાં 80 આતંકી માર્યા ગયા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે હુમલામાં 35 નાગરિકોના મોત થઇ ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. બાદમાં બુર્કિના ફાસોના સંચાર મંત્રી રેમિસ ડેનજિનોઉએ જણાવ્યુ કે, જે 35 લોકોના મોત થયા છે તેમાં 31 મહિલાઓ છે. રાષ્ટ્રપતિએ દેશમાં 48 કલાક માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.As many as 35 civilians were killed after terrorists attacked a town in northern Burkina Faso on Tuesday, country's President Roch Marc Kabore said, adding that the ensuing clashes with security forces left 80 terrorists dead
Read @ANI story | https://t.co/AYbn7slmsA pic.twitter.com/p8AWqvdg4l — ANI Digital (@ani_digital) December 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement