શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં સેનાના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા, CRPFના 6 જવાન શહીદ
ફાયરિંગ લગભગ 15 મિનીટ સુધી ચાલ્યુ હતુ. હાલ સેનાએ આ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે, અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના કરણનગર વિસ્તારમાં સુરક્ષાદળો પર વધુ એક ઘાતક હુમલો આતંકી દ્વારા કરવામાં આવ્યો છે. આતંકીએઓ જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં સીઆરપીએફના છ જવાનો ઘાયલ થયા હતા.
રિપોર્ટ પ્રમાણે, આતંકીઓએ ગ્રેનેડ ફેંકવાની સાથે સાથે નાકા પર ડ્યૂટી કરી રહેલા પોલીસકર્મીઓ અને સીઆરપીએફના જવાનો પર ફાયરિંગ પણ કર્યુ હતુ, આ ફાયરિંગ લગભગ 15 મિનીટ સુધી ચાલ્યુ હતુ. હાલ સેનાએ આ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે, અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.
પોલીસે જણાવ્યુ કે, સીઆરપીએફની એક ટીમ સુરક્ષા ચોકી સંભાળી રહી હતી, તે સમયે આતંકવાદીઓએ તેમની ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો, આમાં 6 જવાનો ઘાયલ થઇ ગયા હતા. આ કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.
વધુ વાંચો





















