શોધખોળ કરો
Advertisement
ભારતે તૈયાર કર્યુ આ ઘાતક હથિયાર, પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ ગભરાયુ, આવતીકાલે કરાશે ટેસ્ટ.......
પરિક્ષણ કરવા દરમિયાન પણ કે-4 પરમાણુ મિસાઇલને પાણીની અંદરથી છોડવામાં આવશે, આ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ ભારત પોતાની તાકાતમાં સતત વધારો કરતુ રહે છે, હવે વધુ એક ઘાતક મિસાઇલ ભારતે વિકાસાવી છે, આ પરમાણુ મિસાઇલ છે, જેનુ નામ કે-4 મિસાઇલ છે. ભારત શુક્રવારે એટલે કે 8મી નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી પનડુબ્બી મારફતે કે-4 પરમાણુ મિસાઇલનુ પરિક્ષણ કરવા જઇ રહ્યુ છે.
કે-4 પરમાણુ મિસાઇલ એટલી બધી ઘાતક છે કે, આની તાકાત જોઇને પાડોશી દેશો ચોંકી ગયા છે, પાકિસ્તાની સાથે સાથે ચીન પણ ગભરાઇ ગયુ છે. કેમકે પનડુબ્બીઓ ઉપરથી દુશ્મના ઠેકાણો પર સટીક નિશાન લગાવવા માટે કે-4 પરમાણુ મિસાઇલ એકદમ પરફેક્ટ છે, મિસાઇલની પ્રહાર ક્ષમતા 3500 કિલોમીટર બતાવવામાં આવી રહી છે.
પરિક્ષણ કરવા દરમિયાન પણ કે-4 પરમાણુ મિસાઇલને પાણીની અંદરથી છોડવામાં આવશે, આ મિસાઇલ સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે.
અંડરવૉટર મિસાઇલ તૈયાર કરી રહ્યું છે ડીઆરડીઓ.... ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી અરિહંત ક્લાસની પરમાણુ સબમરીનો પર આ સિસ્ટમને લગાવવામાં આવશે. ભવિષ્યમાં આ સિસ્ટમ અને અરિહંત સબમરીન ભારતનાં પરમાણુ અભિયાનનો મહત્વનો ભાગ હશે. ઉલ્લેખનીય છે કે કે-4 એ બે અંડરવૉટર મિસાઇલોમાંથી એક છે, જેને ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જની છે, જેને બીઓ-5 કહેવામાં આવે છે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલનું સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરવામાં આવશે કે ઓછી રેન્જ પર જ ફાયર કરવામાં આવશે. શુક્રવારે મિસાઇલનું ટેસ્ટિંગ ઉલ્લેખનીય છે કે કે-4 એ બે અંડરવોટર મિસાઇલોમાંથી એક છે જેને ભારત દ્વારા વિકસિત કરવામાં આવે છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જની છે, જેને બીઓ-5 કહેવામાં આવે છે. જો કે અત્યારે એ સ્પષ્ટતા નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલની સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરશે કે પછી ઓછી રેન્જ પર જ આને ફાયર કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરચેરમેન નોટિસ અને મરીન સર્વિસેઝને લાંબી યાદીવાળી મિસાઇલ ટેસ્ટ સંબંધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિસાઇલનું પરીક્ષણ ગત મહિને જ થવાનું હતુ, પરંતુ કેટલાક કારણોથી આને ટાળી દેવામાં આવ્યું હતુ.India to test-fire 3,500 km range K-4 nuclear missile
Read @ANI Story | https://t.co/PEsh6ks654 pic.twitter.com/h83CWZMlzV — ANI Digital (@ani_digital) November 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion