શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Presidential Elections 2022: જે પી નડ્ડાના ઘરે એક કલાક ચાલી બેઠક, જલ્દી થઇ શકે છે મોટી જાહેરાત

BJP Meeting on Presidential Elections 2022 : રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જે પી નડ્ડાના ઘરે એક કલાક સુધી ભાજપની બેઠક ચાલી.

Presidential Elections 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો વચ્ચેનો હોબાળો તેજ બન્યો છે. ચૂંટણીને લઈને વિપક્ષની બેઠક બાદ હવે ભાજપ (BJP)માં પણ મંથન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે  આજે ભાજપની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના ઘરે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગજેન્દ્ર શેખાવત, અશ્વિની વૈષ્ણવ, ઓમ પાઠક, વિનોદ તાવડે, સંબિત પાત્રા, અર્જુન રામ મેઘવાલ, જી કિશન રેડ્ડી અને અન્ય લોકો હાજર હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.

ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની શક્યતા 
પ્રાપ્ત માહિતી અનુસાર, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, આમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.

નડ્ડા અને રાજનાથસિંહે અનેક વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી
રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જે પી નડ્ડા અને રાજનાથસિંહ (Rajnath Singh) બંને નેતાઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી. તો સામે તમામ પક્ષો ભાજપ તેના પત્તાં ખોલે તેની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો ભાજપના ઉમેદવારને મત આપે તેવી અપેક્ષા છે.

આ નામોની ચર્ચા થઈ રહી છે
રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે હજુ સુધી તેના પત્તાં ખોલ્યા નથી. એવી ચર્ચા છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA રામનાથ કોવિંદ (Ramnath Kovind)ને રિપીટ કરી શકે છે. આ સાથે  કર્ણાટકના રાજ્યપાલ અને દલિત નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત (Thavarchand Gehlot), પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન(Sumitra Mahajan), તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન (Tamilisai Soundarajan)ના નામ પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થવાનું છે જ્યારે મત ગણતરીની તારીખ 21મી જુલાઈ છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
Embed widget