દિલ્હીની કોર્ટનો મોટો નિર્ણય- દીકરીના મોત બાદ પણ પિતાની સંપત્તિ પર જમાઇ અને પૌત્ર-પૌત્રીઓનો હક
વાસ્તવમાં આ કેસમાં ભાણીયાએ તેના બે મામા સામે અરજી કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મામા દ્ધારા નાનાની સંપત્તિમાં અધિકાર ન આપવાની વાત કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ગુરુવારે સંપત્તિ વિવાદમાં સુનાવણી કરતા દિલ્હીની એક કોર્ટે કહ્યું કે દીકરીના મૃત્યુ બાદ પણ પિતાની સંપત્તિમાં જમાઈ અને પૌત્ર-પૌત્રીઓનો હક માનવામાં આવશે. કોર્ટે આગામી આદેશ સુધી અન્ય પક્ષકારને મિલકતના વેચાણ અથવા અન્ય કોઈપણ અધિકાર પર સ્ટે મુકી દીધો હતો.
ભાણીયાએ મિલકત અંગે તેના બે મામાઓ સામે અરજી કરી છે
નોંધનીય છે કે ગુરુવારે દિલ્હીના સાકેતમાં નરેશ કુમાર લાકારની કોર્ટમાં પ્રોપર્ટી વિવાદ પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. વાસ્તવમાં આ કેસમાં ભાણીયાએ તેના બે મામા સામે અરજી કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મામા દ્ધારા નાનાની સંપત્તિમાં અધિકાર ન આપવાની વાત કરવામાં આવી હતી.
દીકરાના બાળકો અને પતિની પિતાની સંપત્તિમાં છે અધિકારઃ કોર્ટ
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો પુત્રીનું મૃત્યુ થયું છે તો તેના પિતાની સંપત્તિમાં તેના પતિ અને તેના બાળકોનો અધિકાર છે. આ સ્થિતિમાં જ્યાં સુધી મિલકતમાં હિસ્સો નક્કી ન થાય ત્યાં સુધી અન્ય પક્ષ મિલકત વેચી શકશે નહીં.
કોર્ટે આગામી સુનાવણી સુધી તમામ મિલકતોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સાથે કોર્ટે કહ્યું કે અરજદારની માતા તેના પિતાની સંપત્તિની વારસદાર છે. આવી સ્થિતિમાં તેનો પણ એક તૃતીયાંશ હિસ્સા પર અધિકાર છે. કોર્ટે કેસની આગામી તારીખ સુધીમાં સંબંધિત કચેરી દ્વારા તમામ મિલકતોનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી આદેશ સુધી મિલકતના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........
1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........
NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા