શોધખોળ કરો
Advertisement
ભાજપ શાસિત આ રાજ્યમાં નાઈટ કરફ્યુ લાદવા સામે ઉગ્ર વિરોધ થતાં 24 કલાકમાં જ પાછો લેવો પડ્યો નિર્ણય, જાણો વિગત
સોશિયલ મીડિયામાં લોકોએ સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ સામે ઝૂકીને આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
બેંગ્લુરુઃ ભાજપ શાસિત કર્ણાટકની યેદુરપ્પા સરકારે એક દિવસ પહેલાં રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણય સામે ભારે હોહા થતાં અને લોકોએ વિરોધ કરતાં માત્ર 24 કલાકમાં જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય પાછો ખેંચી લેવાયો છે.
કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ 1 જાન્યુઆરી, 2021થી આખ મહિના માટે રાતે 10થી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય જાહેર કરાયો કે તરત જ લોકોમાં એ માટે વિરોધનો સૂર ઉઠયો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ સામે ઝૂકીને આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરતાં યેદિયુરપ્પાએ કહ્યું હતું, જનતાના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અને કેબિનેટમાં સમીક્ષા કર્યા પછી નાઈટ કર્ફ્યૂ લાગુ ન કરવાનું નક્કી થયું છે. અત્યારે રાજ્યમાં એની જરૂર નથી, પરંતુ સલામતિના કારણોસર આ નિર્ણય કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement