શોધખોળ કરો

Russia Ukraine War : યુક્રેનમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીની સારવારનો ખર્ચ ઉઠાવશે ભારત સરકાર, વિદેશ મંત્રાલયે કરી જાહેરાત

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહની સારવારનો ખર્ચ સરકારે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંઘની સારવારનો ખર્ચ સરકારે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.  કિવની હોસ્પિટલમાં હરજોત સિંઘની સારવાર ચાલી રહી છે. હરજોત સિંઘ 27 ફેબ્રુઆરીએ કિવથી જવાના પ્રયાસમાં પશ્ચિમ યુક્રેનિયન શહેર લિવ જવા માટે બે માણસો સાથે કેબમાં સવાર થયો હતો. આ દરમિયાન હરજોતને ચાર ગોળી વાગી  હતી જેમાં એક ગોળી છાતીમાં વાગી હતી. હરજોત સિંઘ  દિલ્હીનો રહેવાસી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું હતું "અમે આ બાબતથી વાકેફ છીએ. અમારું દૂતાવાસ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે. મને લાગે છે કે તે અત્યારે કિવની હોસ્પિટલમાં છે. અમે તેમની તબીબી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાના ત્રણ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ શુક્રવારે યુક્રેન માટે રાહત સામગ્રી લઈ રવાના થયા હતા. પ્રથમ વિમાન છ ટન કાર્ગો સાથે રોમાનિયા માટે રવાના થયું હતું, જ્યારે બીજું વિમાન નવ ટન સાથે સ્લોવાકિયા માટે રવાના થયું હતું. ત્રીજું વિમાન આઠ ટન સામગ્રી લઈને પોલેન્ડ ગયું છે.

યુક્રેનમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત 
1 માર્ચે રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં હવાઈ હુમલો કર્યો. જેમાં કર્ણાટકના રહેવાસી નવીન શેખરપ્પા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2 માર્ચે પણ યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી.

ભારતે  વાયુસેનાના  વિમાનો દ્વારા મોકલી રાહત સામગ્રી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સતત યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં યુક્રેનની મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે તેની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ

હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરોHun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાનGujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોતGujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?

Embed widget