The Kerala Story: સુપ્રીમે પશ્ચિમ બંગાળ સરકારને ઘઘલાવતા કહ્યું-આખા દેશમાં રીલીઝ થઈ તો તમને...
લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 17 મેના રોજ થશે.
Supreme Court On The Kerala Story: સુપ્રીમ કોર્ટે આજે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓની અરજી પર સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ તમિલનાડુ સરકાર પાસેથી પણ જવાબ પણ માંગ્યો હતો. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવી છે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે તમિલનાડુના સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ પ્રદર્શિત નથી કરવામાં આવી રહી.
આ મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, જ્યારે ફિલ્મ આખા દેશમાં પ્રદર્શિત થઈ રહી છે તો બંગાળમાં કેમ નહીં? લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 17 મેના રોજ થશે.
સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું?
સુનાવણી દરમિયાન, ફિલ્મ નિર્માતાઓના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, 5 મેના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પ્રમાણપત્ર પછી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળએ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. તમિલનાડુમાં પણ આ ફિલ્મને બતાવવા દેવામાં આવી રહી નથી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા ઘણા કેસોમાં લાદવામાં આવેલા પ્રતિબંધને પહેલાથી જ રદ કરી દીધો છે અને રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે.
જેના પર CJIએ કહ્યું હતું કે, અમે નોટિસ જારી કરીએ છીએ. ટૂંક સમયમાં સુનાવણી થશે. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, તેમને હાઈકોર્ટમાં જવાનું કહેવામાં આવવું જોઈએ." સિંઘવીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ફિલ્મથી કાયદો વ્યવસ્થા કથળવાની આશંકાના અનેક રિપોર્ટ મળ્યાં હતાં.
પશ્ચિમ બંગાળ સરકારના વકીલની અરજી પર સીજેઆઈએ કહ્યું કે...
સિંઘવીની અરજી પર, CJIએ કહ્યું હતું કે, જ્યારે બાકીના દેશમાં ફિલ્મ ચાલી રહી છે ત્યારે તમે આવું કેવી રીતે કહી શકો? CJIએ ફરીથી કહ્યું હતું કે, અમે નોટિસ જારી કરી રહ્યા છીએ. આ મામલે વધુ સુનાવણી બુધવારે થશે. તમિલનાડુ સરકારના વકીલે કહ્યું હતું કે, "અમે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી." CJIએ કહ્યું હતું કે, તેથી તમે લેખિતમાં આપો કે તમે થિયેટરને સુરક્ષા પ્રદાન કરશો. ફિલ્મનું નિર્માણ વિપુલ દ્વારા કરવામાં આવ્યું છે. અમૃતલાલ શાહ અને સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કરી છે. ફિલ્મ નિર્માતાઓએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ ન બતાવવા વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.