શોધખોળ કરો

Winter In India: વરસાદી આફત બાદ ભુક્કા બોલાવશે શિયાળો, હવામાન વિભાગે કહ્યું- કડકડતી ઠંડી માટે તૈયાર રહો

Winter In India: IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ આ મહિનાની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું ખેંચવાની ધારણા હોવા છતાં, લા નીનાની અસરથી બંગાળની ખાડીમાં જોરદાર "ચક્રવાતની ગતિવિધિ" થવાની સંભાવના છે

Winter In India: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે સમગ્ર દેશમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે. સપ્ટેમ્બરમાં લા નીનાની ઘટના શરૂ થઈ છે. આ શિયાળો તમને વધુ પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે આ અનુમાન લગાવ્યું છે. આ સિઝન સામાન્ય શિયાળાની ઋતુ કરતાં ઘણી વધારે ઠંડી પડી શકે છે.

લા નીના, જે સામાન્ય રીતે ચોમાસાની ઋતુના અંતમાં થાય છે, તે તાપમાનમાં ઝડપી ઘટાડો લાવવા માટે જાણીતું છે. આ પછી, વરસાદ સતત વધે છે, આ વર્ષે તીવ્ર ઠંડીની શક્યતા વિશે ચિંતાઓ વધી રહી છે. આ પેટર્ન સામાન્ય રીતે એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે શરૂ થાય છે. મજબૂત પૂર્વીય પવનો સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલે છે પછી આ સ્થિતિ સર્જાય છે અને તેના કારણે સમુદ્રની સપાટી ઠંડી થઈ જાય છે.

IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ આ મહિનાની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું ખેંચવાની ધારણા હોવા છતાં, લા નીનાની અસરથી બંગાળની ખાડીમાં જોરદાર "ચક્રવાતની ગતિવિધિ" થવાની સંભાવના છે અને આના પરિણામે ઘણાબધાં ચક્રવાત સર્જાઈ શકે છે અને સમગ્ર મહિના દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે.

સપ્ટેમ્બરમાં ચોમાસાનો વરસાદ મહિના માટે સામાન્ય કરતાં 9% (16.8 સેમી) વધુ રહેવાની ધારણા છે. ચોમાસાનો વરસાદ અસમાન રીતે વહેંચાયેલો છે તે જોતાં, IMDના અનુમાન નકશા અનુસાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પેટર્ન સમગ્ર વિશ્વમાં હવામાનને અસર કરી શકે છે

ડૉ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચોમાસું પાછું ખેંચવાનું સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થાય છે, પરંતુ ભારે વરસાદની અપેક્ષા સાથે, આગાહી કરવી ખૂબ જ વહેલું છે. લા નીના એ અલ નીનોથી વિપરીત કુદરતી હવામાન પેટર્ન છે, જેમાં પેસિફિક મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં ઠંડુ હોય છે. આ પેટર્ન સમગ્ર વિશ્વમાં હવામાનને અસર કરી શકે છે, પરંતુ અલ નીનો સાથે તેની અસર વિપરીત છે.

આવનાર શિયાળો ઘણા લોકો માટે પડકાર લઈને આવી શકે છે

આગામી શિયાળાની સિઝનમાં પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ગંભીર બની શકે છે. આ રાજ્યોમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. લા નીનાની અસર અનુભવાવા લાગી છે. 2024ની ચોમાસુ સિઝન સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ જાય છે પરંતુ તે હજુ પણ ચાલુ છે. ચોમાસાના લંબાવાનો સંબંધ દરિયાના ઠંડા પડવા સાથે છે. આવનાર શિયાળો નિઃશંકપણે ભારતમાં ઘણા લોકો માટે પડકારો લઈને આવી શકે છે. IMD પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો...

Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget