શોધખોળ કરો

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી નવી SOP

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.

બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી કરાવવા જણાવ્યુ છે.
જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશન ફેસેલિટીમાં અલગ અલાયદી વ્યવસ્થા અને તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing કરાવવા જણાવાયુ છે. જો રિપોર્ટમાં સંક્રમણ વાળો વાયરસ કે જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, genomic sequencingમાં જાણવા મળ્યું છે કે જો SARS-CoV-2 નવું વેરિઅન્ટ છે, તો દર્દી એક અલગ આઇસોલેશન યુનિટમાં રહેશે. પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરાશે. પોઝિટિવ હોવાના 14 દિવસ બાદ ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો સેમ્પલ 14 માં દિવસે પણ પોઝિટિવ મળી આવે, તો આગળના સેમ્પલ ત્યાં સુધી લેવામાં આવે જ્યાં સુધી સતત 24 કલાકમાં લેવાયેલા સેમ્પલ નેગેટિવ ન આવે. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેઓને એરપોર્ટ પર જ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સંબંધિત એરલાઇન્સ ખાતરી કરશે કે ચેક-ઇન કરતા પહેલા, પેસેન્જરને આ SOP વિશે સમજાવવામાં આવશે. આમ ભારત માં આ વાયરસ પ્રસરે નહિ તે માટે અગાઉ થી જ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી દેવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર

GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 

Embed widget