શોધખોળ કરો

Agnipath Scheme Protest: 'અગ્નિપથ' યોજના સામે વિરોધ પ્રદર્શનના કારણે આ ટ્રેનો થઈ રદ, જાણો અપડેટ 

દક્ષિણ રેલવેએ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રની સશસ્ત્ર દળોમાં ભરતી યોજના 'અગ્નિપથ' સામેના આંદોલન(Protest Against Agnipath) ને કારણે તેણે કેટલીક વધુ ટ્રેનો રદ કરી છે.

Agnipath Scheme Protest: દક્ષિણ રેલવેએ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રની સશસ્ત્ર દળોમાં ભરતી યોજના 'અગ્નિપથ' સામેના આંદોલન(Protest Against Agnipath) ને કારણે તેણે કેટલીક વધુ ટ્રેનો રદ કરી છે. શુક્રવારથી દેશભરમાં આ યોજના(Agnipath Protest)નો વિરોધ થઈ રહ્યો છે. આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે સશસ્ત્ર દળોમાં 'અગ્નિવીર' (Agniveer)તરીકે સેવા આપવાની તક આપવામાં આવશે.

આજે એક સત્તાવાર જાહેરાતમાં દક્ષિણ રેલવે(Southern Railway) એ જણાવ્યું હતું કે કેએસઆર બેંગલુરુ-સંઘમિત્રા ડેઈલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે, જ્યારે કેએસઆર બેંગલુરુ-પટના સાપ્તાહિક હમસફર સુપર ફાસ્ટ એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. એ જ રીતે, ગયા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વીકલી એક્સપ્રેસ જે આજે ચેન્નઈથી ઉપડતી હતી અને સોમવારે ઉપડનારી કેએસઆર બેંગલુરુ-ન્યુ તિનસુકિયા વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

દક્ષિણ રેલ્વેએ કહ્યું કે તેણે હરિશિંગા અને કેએસઆર બેંગલુરુ વચ્ચેની નવી તિનસુકિયા-કેએસઆર બેંગલુરુ સાપ્તાહિક એક્સપ્રેસને આંશિક રીતે રદ કરી છે. શુક્રવારે હૈદરાબાદમાં અગ્નિપથના વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. છેલ્લા બે દિવસમાં દક્ષિણ રેલ્વેએ વિરોધને કારણે ઘણી ટ્રેનોને આંશિક અથવા સંપૂર્ણ રીતે રદ કરી છે.

ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ

ભારતભરમાં અગ્નિપથ યોજનાને લઇને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ છે. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મુકી દીધી છે. આ ડિટેલ અનુસાર, ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોની વાયુસેના તરફથી બીજી કેટલીય સેવાઓ આપવામાં આવશે, જે સ્થાયી વાયુસૈનિકોને મળનાર પ્રમાણે હશે. 

એરફોર્સની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવેલી જાણકારી અનુસાર, અગ્નિવીરોની સેલેરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ મળશે. આ સુવિધાઓ એક રેગ્યૂલર સૈનિકોને મળે છે. 

અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થઇ જાય છે, તો તેના પરિવારને ઇન્શ્યૉરન્સ કવર મળશે, આ અંતર્ગત તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget