શોધખોળ કરો
Advertisement
Whatsapp પર આ કંપની આપી છે ફ્રી બિયરની ઓફર, મેળવવાના ચક્કરમાં થઈ શકે છે આ મોટું નુકસાન
મેસેજ સાચો લાગે તે રીતે જે સ્કેમર્સ દ્વારા તેને બનાવવામાં આવ્યો છે. આવા મેસેજની અંદર તમને એક સર્વે પૂરો કરવાનું કહેવાશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ હોવાથી યૂઝર્સને છેતરનારા ઘણા સક્રિય થઈ ગયા છે. જેમાં બેંક અને બીજા મેસેજ પ્લેટફોર્મ દ્વારા લોભામણા મેસેજ મોકલીને લોકોને ચૂનો લગાવવાનું કામ થઈ રહ્યું છે. આ દરમિયાન વોટ્સએપ સ્કેમ પણ સામે આવ્યું છે. જેમાં લોકોના એકાઉન્ટમાં મેસેજ મોકલીને તેમના પર્સનલ ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોને ફ્રીમાં બિયર આપવાની વાત કરવામાં આવી રહી છે. આ મેસેજમાં લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વે ભરવા પર યૂઝર્સને હેનેકેન કંપની તરફથી ફ્રીમાં બિયરની 4 બોટલો આપવામાં આવશે.
મેસેજ સાચો લાગે તે રીતે જે સ્કેમર્સ દ્વારા તેને બનાવવામાં આવ્યો છે. આવા મેસેજની અંદર તમને એક સર્વે પૂરો કરવાનું કહેવાશે. જ્યાં તમારે અંગત જાણકારી આપવી પડશે. જેવી તમે અંગત જાણકારી આપીને સર્વે સબમિટ કરશો તેના થોડા સમયમાં જ પર્સનલ ડેટા પર અટેક શરૂ થઈ જશે અને ખબર પડે તે પહેલા હેકર્સ તમારો ડેટા સાફ કરી દેશે.
હેનેકેન તરફથી પહેલા જ આ પુષ્ટિ કરવામાં આવી ચુકી છે કે કંપની આવો કોઈ સર્વે નથી કરવા જઈ રહી અને તે ફેક છે. આવા અટેક્સને ફિશિંગ પણ કહેવામાં આવે છે. જેમાં સ્કેમ કરનારા લોકો તમને એક મેસજ દ્વારા પોતાની જાળમાં ફસાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
Advertisement