શોધખોળ કરો

હવે બેંગલુરુમાં ત્રણ મોટી હોટલમાં બોમ્બ હોવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

આ બોમ્બની ધમકી બુધવારે બપોરે 2 વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો હતો.

બેંગલુરુની ઘણી મોટી અને લક્ઝુરિયસ હોટલોને ઈમેઇલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. ઈલેક્ટ્રોનિક સિટીની ફાઈવ સ્ટાર ઓટેરા હોટેલ સહિત કુલ ત્રણ હોટલને બોમ્બ હોવાની ધમકીના ઈમેઈલ મળ્યા છે.

આ બોમ્બની ધમકી બુધવારે બપોરે 2 વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યારબાદ તેમને આ ધમકીની જાણ થઈ હતી. આ ધમકીથી ડરીને હોટલ પ્રશાસને પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ હાલમાં ઓટેરા અને અન્ય હોટલોમાં છે.

ઘટનાની જાણ થતા પોલીસે તમામ હોટલમાં તપાસ શરૂ  કરી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે આ ઇમેઇલને અફવા ગણાવી હતી. પોલીસને હોટલોમાંથી કોઇ વિસ્ફોટક ડિવાઇસ મળ્યા નથી. બાદમાં હોટલના કર્મચારીઓ અને મહેમાનોને રાહત મળી હતી.

નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વખત દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં શાળાઓ, હોટલ અને સરકારી મંત્રાલયોની ઈમારતોમાં બોમ્બ રાખવાની ધમકી ઈમેઇલ દ્વારા આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે રશિયન મેઇલ આઈડીથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈમબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી. 

મળતી જાણકારી અનુસાર ઘાટલોડિયાની  આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની જાણકારી મળી હતી. નોંધનીય છે કે, હાલમાં જ દિલ્હી-એનસીઆરની 200થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા ઇમેલ રશિયાના વીપીએનથી મોકલાયા હતા.  દિલ્હી એનસીઆરમાં અંદાજે 80થી વધુ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ તપાસ કરી હતી.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
Embed widget