શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું કાવતરુ નિષ્ફળ, કઠુઆમાંથી 6 AK-47ની સાથે 3 આતંકી પકડાયા
આસિફે જ ચાર દિવસ પહેલા ઘાટીમાં સોપોરના ડંગેરપોરા ગામાં લશ્કરના બે આતંકીઓએ ફળના વેપીરના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓની 6 એકે-47ની સાથે ધરપકડ કરી છે. આતંકીઓ પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરમાંથી પકડાયા છે. સુરક્ષાદળોને બાતમી હતી કે એક ટ્રક દ્વારા હથિયાર લઇ જવાઇ રહ્યાં છે. આ બાદ સુરક્ષાદળોએ ટ્રકને પકડ્યો અને ત્રણ આતંકીઓને હથિયારો સાથે પકડી પાડ્યા હતા.
કઠુઆના એસએસપીએ કહ્યું કે હથિયાર અને દારુગોલા લઇ જઇ રહેલા એક ટ્રકને જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાદળો માટે બે દિવસમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકીને આસિફને ઠાર માર્યો હતો.
આસિફે જ ચાર દિવસ પહેલા ઘાટીમાં સોપોરના ડંગેરપોરા ગામાં લશ્કરના બે આતંકીઓએ ફળના વેપીરના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આ હુમલમાં ચાર વર્ષની બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે આ હુમલાને 'આતંકવાદનો નિર્દયતાપૂર્ણ કાર્ય' ગણાવ્યુ હતુ.
SSP Kathua: A truck carrying arms and ammunition has been recovered in Kathua, more details are awaited. #JammuAndKashmir https://t.co/LRfKQi3c3P pic.twitter.com/nvVTi2AcPg
— ANI (@ANI) September 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement