શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં વરસાદથી તબાહી, રત્નાગિરીમાં ડેમ તુટતા 6ના મોત, 23 ગુમ, અનેક ઘરો પાણીમાં ડુબ્યા
ડેમ તુટતા જગ્યાઓએ વરસાદનું પાણી ઘૂસી ગયુ છે જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે
મુંબઇઃ ધોધમાર વરસાદથી મહારાષ્ટ્રનું જનજીવન ઠપ થઇ ગયુ છે. એકાએક પડેલા ભારે વરસાદે આખા રાજ્યમાં કહેર મચાવી દીધો છે. અનેક જગ્યાઓએ વરસાદનું પાણી ઘૂસી ગયુ છે જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.
જોકે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે રત્નાગિરીમાં આવેલા ડેમ તુટી ગયો છે, જેના કારણ આજુબાજુના સાત ગામોમાં પુર આવ્યુ છે. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 23થી વધુ લોકો લાપતા થયાના પણ સમાચાર મળી રહ્યાં છે. હાલમાં બે મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
ડેમ તુટતા પાણી આજુબાજુના ગામોમાં ઘૂસી ગયુ, 12થી વધુ ઘરો તણાઇ ગયા હતા. માહિતી મુજબ જિલ્લા તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. સ્થાનિક તંત્ર, પોલીસ અને વૉલેન્ટિયર્સની સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement