શોધખોળ કરો

બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું

Chandrima Bhattacharya resigns: બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચંદ્રિમા ભટ્ટાચાર્યએ TMC પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
  • તેમણે પાર્ટીના અન્ય સંગઠનાત્મક, આર્થિક, કાનૂની હોદ્દાઓ પણ છોડ્યા.
  • રાજીનામાનું કારણ અસ્પષ્ટ, મમતા બેનર્જી માટે મોટો આંચકો.

Chandrima Bhattacharya resigns: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીને એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. મમતા દીદીના અત્યંત નજીકના મનાતા અને બંગાળ TMCના પ્રદેશ પ્રમુખ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ અચાનક પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીને સંબોધીને લખેલા પત્રમાં તેમણે માત્ર પ્રદેશ પ્રમુખ પદ જ નહીં, પરંતુ પાર્ટી સાથે જોડાયેલી અન્ય તમામ મહત્વની જવાબદારીઓમાંથી પણ મુક્ત થવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનાત્મક હોદ્દાઓ છોડ્યા

ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 3 જૂન, 2026 ના રોજ કાલીઘાટ ખાતે મળેલી હાઈ-લેવલ બેઠકમાં જ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, તેઓ પાર્ટીમાં હાલ જે પણ અન્ય હોદ્દાઓ ધરાવતા હતા, તે તમામ પરથી પણ તેમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.

બેંક ખાતા અને ચૂંટણી પંચની જવાબદારીમાંથી પણ મુક્ત

પાર્ટીના સંગઠનાત્મક હોદ્દાઓ ઉપરાંત, તેમણે આર્થિક અને કાનૂની જવાબદારીઓ પણ છોડી દીધી છે. પોતાના પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનોના વિવિધ બેંક ખાતાઓના 'અધિકૃત સહીકર્તા' (Authorized Signatory) તરીકેની જવાબદારી પણ પાછી ખેંચી રહ્યા છે. એટલું જ નહીં, ભારતના ચૂંટણી પંચ સમક્ષ મમતા બેનર્જી વતી 'અધિકૃત પ્રતિનિધિ' તરીકે કામ ન કરવાની અને પોતાની સંમતિ પાછી ખેંચવાની જાહેરાત પણ તેમણે કરી છે.

આ પણ વાંચોઃ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

રાજીનામાનું કારણ અકબંધ, રાજકીય ગરમાવો વધ્યો

સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પોતાના આ અણધાર્યા રાજીનામા પાછળનું કોઈ જ કારણ સ્પષ્ટ કર્યું નથી. તમામ પદો પરથી એકસાથે રાજીનામું આપવાના તેમના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. ચંદ્રિમાને મમતા બેનર્જીના સૌથી વિશ્વસનીય નેતાઓમાંના એક ગણવામાં આવતા હતા, તેથી આ ઘટના પાર્ટી માટે એક મોટા આંચકા સમાન છે.

હાલમાં તો આ રાજીનામા અંગે તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ખુલાસો સામે આવ્યો નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે આ નિર્ણય પાછળનું અસલી કારણ બહાર આવશે, ત્યારે રાજ્યના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.

આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?

Frequently Asked Questions

તૃણમૂલ કોંગ્રેસના કયા નેતાએ રાજીનામું આપ્યું છે?

મમતા બેનર્જીના નજીકના ગણાતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ તૃણમૂલ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. તેઓ બંગાળ TMCના પ્રદેશ પ્રમુખ હતા.

ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કયા કયા પદો પરથી રાજીનામું આપ્યું છે?

તેમણે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ સહિત પાર્ટીના તમામ સંગઠનાત્મક હોદ્દાઓ છોડી દીધા છે. આ ઉપરાંત, તેમણે બેંક ખાતાઓના 'અધિકૃત સહીકર્તા' અને ચૂંટણી પંચ સમક્ષ 'અધિકૃત પ્રતિનિધિ' તરીકેની જવાબદારી પણ છોડી દીધી છે.

ચંદ્રિમા ભટ્ટાચાર્યના રાજીનામા પાછળનું કારણ શું છે?

તેમણે પોતાના રાજીનામા પત્રમાં કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું નથી. આ અણધાર્યા નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget