શોધખોળ કરો

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

tmc rebel faction decision: TMC માં બળવો: ઋતબ્રત બેનર્જી જૂથે પોતાને 'અસલી TMC' ગણાવી નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ બનાવી, અરૂપ રોયને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બળવાખોર જૂથે મમતાને પ્રમુખ પદેથી હટાવી, અભિષેક સસ્પેન્ડ.
  • બંધારણીય કટોકટી ટાંકી અરુપ રોય નવા અધ્યક્ષ બન્યા.
  • TMC ત્રણ જૂથોમાં વહેંચાઈ, ૪૪૦ કરોડ ફંડ ફ્રીઝ.

tmc rebel faction decision: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. એક સમયે રાજ્યમાં શાસક પક્ષ રહેલી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આંતરિક કલહ અને બળવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના જૂથે એક મોટી બેઠક યોજીને મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવાની જાહેરાત કરી દીધી છે. આટલું જ નહીં, પાર્ટીના બીજા નંબરના સૌથી કદાવર નેતા અને મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો છે. આ બળવાખોર જૂથ હવે પોતાને 'અસલી તૃણમૂલ કોંગ્રેસ' ગણાવી રહ્યું છે.

બંધ બારણે મળી બેઠક, 11 સભ્યોની નવી સમિતિની રચના

સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યુ ટાઉનની એક હોટલમાં ઋતબ્રત જૂથની બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 11 સભ્યોની એક નવી સંગઠનાત્મક સમિતિની રચના કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બેઠકમાં મમતા બેનર્જીને હટાવીને ભૂતપૂર્વ મંત્રી અને હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને નવી રચાયેલી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) સહિત ત્રણ જિલ્લાના બળવાખોર ધારાસભ્યો, ભૂતપૂર્વ રાજ્ય મંત્રી જાવેદ ખાન અને આશરે 60 થી 70 જેટલા કાઉન્સિલરો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે, બેઠકમાં TMC ના નામ અને પાર્ટી પ્રતીકનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં મમતા બેનર્જીનો એક પણ ફોટો નહોતો.

આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?

બળવાનું કારણ: "બંધારણીય કટોકટી" નો દાવો

બેઠકને સંબોધતા બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો હતો કે પાર્ટીની અંદર "બંધારણીય કટોકટી" ઊભી થઈ હોવાથી આ પગલું ભરવું પડ્યું છે. તેમણે કહ્યું કે, "પક્ષના બંધારણ મુજબ, દર 3 વર્ષે રાષ્ટ્રીય કારોબારી સમિતિની રચના થવી જરૂરી છે, જે છેલ્લે ફેબ્રુઆરી 2022 માં બની હતી. મુદત પૂરી થયા પછી પાર્ટીનું નવું માળખું બન્યું નહોતું, તેથી અમારે પાર્ટીનું પુનર્ગઠન કરવાની ફરજ પડી છે."

હવે TMC 3 ભાગમાં વહેંચાઈ ગઈ

આ તાજેતરના ઘટનાક્રમ પછી તૃણમૂલ કોંગ્રેસ હવે ત્રણ સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ ગઈ હોય તેવું ચિત્ર ઊભું થયું છે:

મમતા બેનર્જી જૂથ: જે મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે.

ઋતબ્રત બેનર્જી જૂથ: જેણે બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષ બનાવ્યો છે અને મમતા-અભિષેકને હટાવ્યા છે.

કાકોલી ઘોષ દસ્તીદાર જૂથ: આ જૂથમાં લગભગ 24 જેટલા લોકસભા સાંસદો છે, જેઓ 'નેશનલ સિટીઝન્સ પાર્ટી' નામના પક્ષમાં ભળી ગયા છે અને સંસદમાં NDA સરકારને ટેકો આપવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન

પાર્ટીનું પ્રતીક અને 1100 કરોડના ફંડ પર કોનો હક?

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે અસલી TMC કોની? બળવાખોર ધારાસભ્યો અને સાંસદોએ પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીક પર પોતાનો દાવો ઠોકી દીધો છે અને તેઓ આ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવવાના છે.

બીજી તરફ, પાર્ટીના આશરે 1100 કરોડ રૂપિયાના ફંડ પર કોનું નિયંત્રણ રહેશે તે હજુ અસ્પષ્ટ છે. ઋતબ્રત જૂથના 10 ધારાસભ્યોએ તાજેતરમાં બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે TMC ના બેંક ખાતાઓમાં જમા ફંડ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લાંચ અને કૌભાંડોનું હોઈ શકે છે. આ ફરિયાદ બાદ, TMC ના ત્રણ બેંક ખાતાઓમાં રહેલા આશરે 440 કરોડ રૂપિયા પર 'ડેબિટ ફ્રીઝ' લગાવી દેવામાં આવ્યું છે. એટલે કે, હવે આ ખાતામાંથી કોઈ પૈસા ઉપાડી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.

Frequently Asked Questions

TMC માં મમતા બેનર્જી સામેના બળવાનું નેતૃત્વ કોણે કર્યું?

ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવી દીધા અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કર્યા. તેઓ પોતાને 'અસલી તૃણમૂલ કોંગ્રેસ' ગણાવે છે.

બળવાખોર જૂથે TMC ના નેતૃત્વમાં કયા મુખ્ય ફેરફારો કર્યા?

બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવી દીધા અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કર્યા. ભૂતપૂર્વ મંત્રી અરૂપ રોયને નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

બળવાખોર જૂથે TMC માં

ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો કે દર 3 વર્ષે રાષ્ટ્રીય કારોબારી સમિતિની રચના જરૂરી છે, જે ફેબ્રુઆરી 2022 પછી બની નહોતી. આથી પાર્ટીનું પુનર્ગઠન કરવાની ફરજ પડી.

તૃણમૂલ કોંગ્રેસ હવે કેટલા ભાગમાં વહેંચાઈ ગઈ છે?

તૃણમૂલ કોંગ્રેસ હવે ત્રણ સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ ગઈ છે: મમતા બેનર્જી જૂથ, ઋતબ્રત બેનર્જી જૂથ અને કાકોલી ઘોષ દસ્તીદાર જૂથ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget