શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Effect: લોકડાઉનની વચ્ચે કઈ સાંસદ શાકભાજી અને ફ્રુટ ખરીદવા માટે ઘરની બહાર નીકળી
કોરોનાના કહેરને લઈને ભારત સહિત સમગ્ર દુનિયમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈને 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળતાં જોવા મળી રહ્યાં છે
કોરોનાના કહેરને લઈને ભારત સહિત સમગ્ર દુનિયમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈને 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળતાં જોવા મળી રહ્યાં છે જેમ કે કરિયાણું, દધ, શાકભાજી સહિતની વસ્તુઓ લેવા માટે માર્કેટમાં જોવા મળે છે. લોકડાઉનની સ્થિતિમાં બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ તેવી નુસરત જહાં પણ શાકભાજી લેવા ઘરની બહાર નીકળી હતી અને શાક માર્કેટમાં શાક લેતી જોવા મળી હતી. જેની તસવીરો સામે આવી છે.
નુસરત જહાંની આ શાકભાજી ખરીદતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નૂસરત બ્લેક પેન્ટ, બ્લેડ ટોપ અને વાઇટ જેકેટ પહેરીને શાક ખરીદવા માટે નીકળી હતી. વધુમાં તેણે કોરોના વાયરસથી બચવા માટે હાથમાં વ્હાઈટ ગ્લવ્ઝ અને મોં પર માસ્ક પણ પહેર્યું હતું અને તે શાક વાળા જોડે શાક માંગતી જોવા મળી હતી.
નૂસરત હાલમાં જ કોરોના વાયરસથી બચાવ માટે લોકોને જાગૃત કરવા માટે ઘરની બહાર નીકળી હતી. તે કોઇ સામાન્ય વ્યક્તિની જેમ ઘરની જરૂરીયાતનો સામન લેવા પહોંચી હતી. તે કોલકત્તાના વાર્ડ નંબર 82માં આવેલી ચેતલા માર્કેટ પહોંચી હતી. જે તેના ઘરની પાસે જ છે.
જ્યાં તેણે શાક, ફળ, ઈંડાની ખરીદી કરી હતી. નુસરતે બીજા લોકોથી દૂરી પણ બનાવી રાખી હતી. તેણે લોકોને માર્કેટમાં સર્કલ બનાવીને ઊભા રહેવાની વાત કરી હતી. વળી માર્કેટ તમામ વસ્તુઓ મળી રહી છે કે કેમ તેની પણ જાત તપાસ કરી હતી. આ ઉપરાંત નુસરત જહાંને માર્કેટમાં માસ્ક પણ આપ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion