શોધખોળ કરો

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

TMC crisis 2026: બંગાળમાં ધારાસભ્યોના બળવા બાદ હવે 20 લોકસભા સાંસદોએ પણ છેડો ફાડ્યો; સ્પીકર પાસે લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની કરી માંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 20 TMC સાંસદોએ NDA ને ટેકો આપી બળવો કર્યો.
  • કાકોલી દસ્તીદારની આગેવાનીમાં સાંસદોએ સ્પીકરને પત્ર લખ્યો.
  • ધારાસભ્યોના બળવા પછી સાંસદોથી મમતાની મુશ્કેલી વધી.

TMC crisis 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બંગાળમાં ધારાસભ્યોના બળવા બાદ હવે પાર્ટીના 20 લોકસભા સાંસદોએ પણ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. આ 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ભાજપના નેતૃત્વવાળા NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મમતા બેનર્જી હાલમાં 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં જ છે, અને બરાબર એ જ સમયે તેમની જ પાર્ટીના સાંસદોએ અલગ જૂથ બનાવીને TMC છાવણીમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે.

NDA સાથે ભવિષ્ય સુરક્ષિત હોવાનો દાવો

સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, આ બળવાની આગેવાની કાકોલી ઘોષ દસ્તીદારે લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના સહિત 20 સાંસદોએ NDA ને સમર્થન આપવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. કાકોલી દસ્તીદારે કહ્યું કે, "અમે બંગાળમાં ચૂંટણીના પરિણામો સ્વીકારી લીધા છે અને હવે અમને લાગે છે કે અમારું રાજકીય ભવિષ્ય અને માર્ગ NDA સાથે જ સુરક્ષિત છે." આ તમામ બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા ફાળવવાની પણ વિનંતી કરી છે.

સુવેન્દુ અધિકારી સાથે થઈ હતી ગુપ્ત બેઠક

છેલ્લા ઘણા સમયથી TMC માં ભાગલા પડવાની અટકળો ચાલી રહી હતી. આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે સુખેન્દુ રોય અને કાકોલી દસ્તીદારના નેતૃત્વમાં 16 TMC સાંસદોએ ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી. દિલ્હીમાં આ બળવાખોર સાંસદોએ એક અનૌપચારિક અને ગુપ્ત બેઠક પણ યોજી હતી, જેમાં 20 સાંસદો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

બળવો કરનારા મુખ્ય સાંસદો કોણ છે?

આ લિસ્ટમાં કાકોલી દસ્તીદાર, પાર્થ ભૌમિક, જગદીશ બાસુનિયા, દેવ, શતાબ્દી રોય, રચના બેનર્જી, કાલીપદ સોરેન, અરૂપ ચક્રવર્તી, અસિત માલ, શત્રુઘ્ન સિંહા, પ્રસૂન બેનર્જી, પ્રતિમા મંડલ અને બાપા હલીદાર જેવા મોટા નામો સામેલ છે. એવું મનાય છે કે આ પૂરતા સંખ્યાબળ સાથે તેઓ હવે નવી રાજકીય પાર્ટી અથવા લોકસભામાં નવો બ્લોક બનાવી શકે છે.

પહેલા ધારાસભ્યો અને હવે સાંસદોનો બળવો

નોંધનીય છે કે, TMC માં આ ભંગાણ રાતોરાત નથી પડ્યું. દિલ્હીમાં સાંસદોના બળવા પહેલા જ પશ્ચિમ બંગાળમાં TMC ના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. તાજેતરમાં જ પાર્ટી હાઈકમાન્ડને મોટો ઝટકો આપતા 58 ધારાસભ્યોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર શોવનદેવ ચટ્ટોપાધ્યાયને ફગાવી દીધા હતા અને વિરોધ પક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનર્જીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એ સમયે ધારાસભ્યોએ પણ અલગ પાર્ટી બનાવવાની ચીમકી આપી હતી. હવે લોકસભા સાંસદોના આ પગલાંથી મમતા બેનર્જી માટે પોતાનો પક્ષ બચાવવો એક મોટો પડકાર બની ગયો છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

Frequently Asked Questions

તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં કયો નવો સંકટ ઉભો થયો છે?

TMC ના 20 લોકસભા સાંસદોએ બળવો કરીને NDA ને સમર્થન જાહેર કર્યું છે. તેમણે લોકસભા સ્પીકરને પત્ર લખી અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે.

TMC સાંસદોના આ બળવાનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે અને તેનું કારણ શું છે?

કાકોલી ઘોષ દસ્તીદાર આ બળવાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે NDA સાથે તેમનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે.

જ્યારે TMC સાંસદોએ બળવો કર્યો ત્યારે મમતા બેનર્જી ક્યાં હતા?

મમતા બેનર્જી હાલમાં 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં જ હતા, જ્યારે તેમની જ પાર્ટીના સાંસદોએ બળવો કર્યો.

શું TMC માં આ બળવા પહેલા પણ કોઈ આંતરિક કટોકટી હતી?

હા, આ પહેલા પશ્ચિમ બંગાળમાં 58 ધારાસભ્યોએ સત્તાવાર ઉમેદવારને નકારી વિરોધ પક્ષના નેતાને ટેકો આપ્યો હતો.

ટોપ સ્ટોરી

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget