શોધખોળ કરો

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

સ્પીકરે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે આપી માન્યતા; પક્ષપલટા કાયદાથી બચવા બળવાખોરોએ 58 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે રજૂ કર્યો દાવો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળમાં TMC માં મોટો ફાડીયો; ઋતબ્રત વિપક્ષ નેતા બન્યા.
  • ઋતબ્રતને 58 ધારાસભ્યોનો ટેકો મળ્યો; નવી નેતૃત્વ ટીમ જાહેર થઈ.
  • બળવાખોરોએ પક્ષપલટા કાયદાનો આંકડો પાર કર્યો, ગેરલાયકાતથી બચ્યા.
  • ઋતબ્રતે મમતાને નેતા ગણાવ્યા, સકારાત્મક વિપક્ષ ભૂમિકા ભજવશે.

West Bengal TMC crisis: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ઊભો ફાડીયો પડ્યો છે અને પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવિન્દ્ર નાથ બોઝે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા ઋતબ્રત બેનર્જી અને તેમની સાથે જોડાયેલા 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા મળી ગઈ છે, જ્યારે અખરુઝમાનને મુખ્ય દંડક (ચીફ વ્હીપ) બનાવવામાં આવ્યા છે. બળવાખોર જૂથનો દાવો છે કે તેઓ જ અસલી TMC છે.

નવી નેતૃત્વ ટીમ અને ધારાસભ્યોનું સમર્થન

બંગાળ વિધાનસભામાં વિપક્ષના નવા નેતા બનેલા ઋતબ્રત બેનર્જીની આગેવાનીમાં 60 ધારાસભ્યો સ્પીકર રવિન્દ્ર નાથ બોઝને મળવા પહોંચ્યા હતા. તેમણે 58 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો સમર્થન પત્ર સ્પીકરને સોંપીને પોતાના જૂથને અસલી TMC ગણાવીને વિધાનસભા પક્ષનો દરજ્જો આપવાની માંગ કરી હતી, જેને સ્પીકરે સ્વીકારી લીધી છે. આ બળવાખોર જૂથે પોતાની નવી નેતૃત્વ ટીમ પણ જાહેર કરી છે, જેમાં ઋતબ્રત બેનર્જી નેતા રહેશે. જાવેદ ખાન, સંદીપન સાહા અને શિયુલી સાહા ઉપનેતા રહેશે, જ્યારે રઘુનાથગંજના ધારાસભ્ય અખરુઝમાનને મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે.

પક્ષપલટા કાયદાનો આંકડો પાર કર્યો

આ મોટો ખેલ ત્યારે સામે આવ્યો જ્યારે બળવાખોર ધારાસભ્યોએ 3 જૂન, 2026 ના રોજ વિધાનસભામાં પોતાની અલગ બેઠક યોજી. આ બેઠકથી મમતા બેનર્જીની નજીક ગણાતા નેતાઓ (શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બંદોપાધ્યાય, મદન મિત્રા અને કુણાલ ઘોષ) એકદમ દૂર રહ્યા હતા. આ પહેલાં 2 જૂન, 2026 ના રોજ મમતા બેનર્જી દ્વારા કોલકાતામાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં પણ આ બળવાખોર ધારાસભ્યોમાંથી કોઈ ફરક્યું નહોતું. અત્રે નોંધનીય છે કે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાથી બચવા માટે કોઈપણ બળવાખોર જૂથને કુલ ધારાસભ્યોના બે તૃતીયાંશ (2/3) બહુમતીની જરૂર પડે છે. TMC પાસે 80 ધારાસભ્યો છે, એટલે આ જાદુઈ આંકડો 54 થાય છે. ઋતબ્રત પાસે 58 ધારાસભ્યોનું લેખિત સમર્થન હોવાથી તેઓ ગેરલાયકાતથી સરળતાથી બચી ગયા છે.

આ પણ વાંચોઃ શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?

બળવા છતાં મમતા બેનર્જી જ અમારા નેતા છે: ઋતબ્રત

નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ મમતા બેનર્જીએ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારથી જ બંગાળમાં TMC અંદર બળવો ફાટી નીકળ્યાની અટકળો તેજ બની હતી. જોકે, આટલો મોટો ખેલ કરવા છતાં ઋતબ્રત બેનર્જીએ મમતા બેનર્જીનો ખુલ્લો વિરોધ કર્યો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ વિધાનસભામાં સકારાત્મક રાજકારણ સાથે વિપક્ષની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે, "મમતા બેનર્જી જ અમારા નેતા છે, અને અમને પૂરી આશા છે કે તેઓ આગળ પણ અમને સાચો રસ્તો બતાવતા રહેશે."

આ પણ વાંચોઃ ‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી, ધારાસભ્યોને કહ્યું - કાળા કપડા પહેરીને...

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળના રાજકારણમાં શું મુખ્ય ઘટના બની છે?

મમતા બેનર્જીની પાર્ટી TMCમાં ઊભો ફાડીયો પડ્યો છે અને તે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીના જૂથને ઔપચારિક માન્યતા મળી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નવા નેતા કોણ બન્યા છે?

પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા મળી છે. તેમની આગેવાની હેઠળ 58 બળવાખોર ધારાસભ્યોનું જૂથ છે.

ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથને કેટલા ધારાસભ્યોનું સમર્થન છે?

ઋતબ્રત બેનર્જીના જૂથને 58 ધારાસભ્યોનું લેખિત સમર્થન છે. આ સંખ્યા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયકાતથી બચવા માટે પૂરતી છે.

બળવા છતાં ઋતબ્રત બેનર્જીનું મમતા બેનર્જી વિશે શું કહેવું છે?

ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે મમતા બેનર્જી જ તેમના નેતા છે. તેઓ વિધાનસભામાં સકારાત્મક રાજકારણ સાથે વિપક્ષની ભૂમિકા ભજવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget