General Bipin Rawat Death Anniversary: શૉર્ય અને સાહસનું બીજુ નામ છે બિપિન રાવત
સીમાઓની સુરક્ષા માટે જનરલ બિપિન રાવત દ્વારા સશસ્ત્ર દળોના મનોબળને હંમેશા ઉંચુ રાખવા માટે તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે,
General Bipin Rawat Death Anniversary: 8 ડિસેમ્બર, 2021એ તામિલનાડુના કુન્નૂરની પાસે હેલિકૉપ્ટર દૂર્ઘટનામાંમાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને ભારતીય સશસ્ત્ર દળોના 11 અન્ય અધિકારીઓનુ નિધન થઇ ગયુ હતુ, દિવંગત જનરલ બિપિન રાવતને તેમની પહેલી પુણ્યતિથિ પર આખો દેશ મન, હ્રદય અને આત્માથી નમન કરી રહ્યો છે.
હંમેશા યાદ રહશે જનરલ બિપિન રાવત -
સીમાઓની સુરક્ષા માટે જનરલ બિપિન રાવત દ્વારા કરવામાં આવેલા સાહસી નિર્ણયો અને સશસ્ત્ર દળોના મનોબળને હંમેશા ઉંચુ રાખવા માટે તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે, દિવંગત જનરલ બિપિન સિંહ લક્ષ્મણ સિંહ રાવત તેમની પહેલી પુણ્યતિથિ પર મન, હ્રદય, અને આત્માથી શત શન નમન. તેની દિવંગત આત્માને શાંતિ મળે, અને કાશ્મીરી ઉગ્રવાદીઓની વિરુદ્ધ તેમના સ્ટેન્ડ માટે ભારત તેમને હંમેશા યાદ રાખશે.
કોણ છે બિપિન રાવત, જાણો ક્યારે બન્યા હતા CDS ?
ઉલ્લેખનિય છેકે બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સેનામાં સેવા આપી રહ્યો છે. બિપિન રાવત સેન્ટ એડવર્ડ સ્કૂલ શિમલાના અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસાલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમને ડિસેમ્બર 1978માં ભારતીય મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી 11મી ગોરખા રાઈફલ્સની 5મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને 'સ્વોર્ડ ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યા હતા.
બિપિન રાવતની પત્નીનું નામ મધુલિકા રાવત છે. મધુલિકા રાવત આર્મી વેલ્ફેર સાથે સંકળાયેલી છે. તે આર્મી મહિલા કલ્યાણ સંઘના પ્રમુખ છે. બિપિન રાવતને પણ બે દીકરીઓ છે. એક દીકરીનું નામ કૃતિકા રાવત છે.
2016માં બન્યા આર્મી ચીફ CDS બનતા પહેલા બિપિન રાવત 27માં આર્મી ચીફ હતા. આર્મી ચીફ બનાવતા પહેલા, તેમને 1 સપ્ટેમ્બર 2016 ના રોજ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
40 વર્ષ કરી દેશની સેવા
વર્ષ 2019 માં PM નરેન્દ્ર મોદીએ દેશની ત્રણેય સેનાઓ વચ્ચેના સંકલનને વધુ બહેતર બનાવવા માટે લાલ કિલ્લાના કિલ્લા પરથી 15 ઓગસ્ટના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ના નવા પદની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પછી જ, ભારતીય સેના પ્રમુખ પદ પરથી નિવૃત્ત થયા પછી, બિપિન રાવતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યું.
તેમની ચાર દાયકાની સેવા દરમિયાન જનરલ બિપિન રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (GOC) સધર્ન કમાન્ડ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2 લશ્કરી કામગીરી ડિરેક્ટોરેટ, મિલિટરી સેક્રેટરી બ્રાન્ચમાં કર્નલ મિલિટરી સેક્રેટરી અને ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી તરીકે સેવા આપી હતી. જુનિયર કમાન્ડ વિંગમાં વરિષ્ઠ પ્રશિક્ષક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.