![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PV Sindhu Loses Badminton Semifinals : પી.વી. સિંધુની સેમિફાઇનલ મેચમાં હાર, હવે બ્રોન્ઝ માટે રમવું પડશે
બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને બ્રોન્ઝ માટે રમવું પડશે.
![PV Sindhu Loses Badminton Semifinals : પી.વી. સિંધુની સેમિફાઇનલ મેચમાં હાર, હવે બ્રોન્ઝ માટે રમવું પડશે Tokyo Olympics, Badminton Semifinals, PV Sindhu vs Tai Tzu Ying PV Sindhu Loses Opening Game To Tai Tzu Ying PV Sindhu Loses Badminton Semifinals : પી.વી. સિંધુની સેમિફાઇનલ મેચમાં હાર, હવે બ્રોન્ઝ માટે રમવું પડશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/31/3ce1ac341f4aa752ccbaa1ea6c21cd17_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tokyo Olympic 2020: બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે.
#TokyoOlympics: Indian shuttler PV Sindhu loses to Tai Tzu-ying of Chinese Taipei 18-21, 12-21 in women's singles semi-final, to play for bronze tomorrow pic.twitter.com/qaZFyMlhin
— ANI (@ANI) July 31, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)