લિક્વિડ મેડિકલ ઓક્સીજન લઈ જતા ટેન્કર્સ પાસેથી નેશનલ હાઈવે પર નહી લેવામાં આવે ટોલ ટેક્સ
એનએચઆઈ મુજબ, ફાસ્ટ ટેગ (FASTag) ના લાગૂ થયા બાદ ટોલ પ્લાઝા પર વધારે સમય નથી લગાતો પરંતુ એનએચઆઈ પહેલાથી જ આવા વાહનોને પરિવહન માટે પ્રાથમિક્તા આપે છે જે મેડિકલ ઓક્સીજન લઈ જઈ રહ્યા છે.
નવી દિલ્હી: દેશના નેશનલ હાઈવે પર લિક્વિડ મેડિકલ ઓક્સીજન (LMO) લઈ જતા ટેન્કર્સ અને કન્ટેઈનરોને ટોલટેક્ષમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે સમગ્ર દેશભરમાં મેડિકલ ઓક્સીજનની માંગને ધ્યાનમાં રાખતા લિક્વિડ ઓક્સીજન લઈ જતા કંટેનર્સને અન્ય આપાતકાલીન વાહનો જેમ કે એમ્બ્યૂલન્સ જેમ માનવામાં આવશે અને આગામી બે મહીના સુધીના સમય અથવા તો આગામી આદેશ સુધી આ નિર્ણય લાગુ રહેશે.
એનએચઆઈ મુજબ, ફાસ્ટ ટેગ (FASTag) ના લાગૂ થયા બાદ ટોલ પ્લાઝા પર વધારે સમય નથી લગાતો પરંતુ એનએચઆઈ પહેલાથી જ આવા વાહનોને પરિવહન માટે પ્રાથમિક્તા આપે છે જે મેડિકલ ઓક્સીજન લઈ જઈ રહ્યા છે. તેને લઈને એનએચએઆઈ દ્વારા પોતાના તમામ અધિકારીઓ અને સ્ટેકહોલ્ડર્સને સરકારી અને પ્રાઈટ પ્રયાસોમાં મદદ કરવાના આદેશ આપ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.