શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Covid 19: દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46433 પર પહોંચી, મૃત્યુઆંક 1568
છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત થયા છે અને 3900 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46433 પર પહોંચી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને સૌથી વધુ મોત થયા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત થયા છે અને 3900 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46433 પર પહોંચી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કોરોનાનો રિકવરી રેટ વધીને 27.41 ટકા થયો છે.
આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાવલયે કહ્યું, સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. તેમને લાવવાની પ્રક્રિયા 7મેથી શરૂ થશે. વિદેશથી આવેલા આ લોકોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
જે ઓફિસો કાર્યરત છે તેણે કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવું જોઈએ. ઓફિસમાં માસ્ક અને સેનિટાઇઝરોની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી કરવી આવશ્યક છે. સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી કરાવવી જ જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion