Train Accident : હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે
આ અંગે રાજકીય પ્રશ્નો ઉભા થયા હતા. હવે આ સમસ્યાને દૂર કરવા કેન્દ્ર સરકારે રેલવે દ્વારા કામ શરૂ કર્યું છે.
Train Accident In India: રેલ્વે લાઇન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ પામે છે. જેના કારણે જ્યાં પશુઓને નુકશાન થાય છે. સાથે જ ટ્રેનને પણ ઘણી તકલીફ પડે છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ટ્રેન વંદે ભારત અનેક વખત પ્રાણીઓ સાથે અથડાઈ છે. જેના કારણે પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ સાથે વંદે ભારત ટ્રેનને પણ ભારે નુકસાન થયું હતું. વંદે ભારત ટ્રેનનો ફ્રન્ટ તૂટી ગયો હોવાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ અંગે રાજકીય પ્રશ્નો ઉભા થયા હતા. હવે આ સમસ્યાને દૂર કરવા કેન્દ્ર સરકારે રેલવે દ્વારા કામ શરૂ કર્યું છે.
મેટલ ફેન્સીંગ બાંધવાનું શરૂ
રેલ્વેએ ટ્રેનના કારણે થતા પ્રાણીઓના મોત અને રેલ્વેને થતા નુકસાનનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ અંગે રેલવે સ્તરેથી કામ પણ શરૂ થઈ ગયું છે. રેલવે મુંબઈથી અમદાવાદ સુધીના 622 કિલોમીટર લાંબા રૂટ પર મેટલ બીમ ફેન્સીંગ લગાવી રહી છે. તેના માટે 245.26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સારી વાત એ છે કે રેલવેએ પણ આ મહત્વની યોજના પર કામ શરૂ કરી દીધું છે.
ટેન્ડર બહાર પાડ્યું, ગણતરીના મહિનાઓમાં કામગીરી પૂર્ણ પણ થઈ જશે
મેટલ બીમ ફેન્સીંગ લગાવવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા તાજેતરમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ટેન્ડર બહાર પડતાની સાથે જ ફેન્સીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે, તમામ આઠ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કામની પ્રગતિ ખૂબ સારી છે. ફેન્સીંગનું કામ મેના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેનો લાભ સામાન્ય લોકોને પણ મળશે.
ટ્રેનની અડફેટે ઘણા પ્રાણીઓના મોત થયા
મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 6થી વધુ પશુઓ તેની ઝપટમાં આવી ચુક્યા છે. સાથે જ સામાન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતો સામે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા જોવા મળી હતી. કેન્દ્ર સરકાર પણ આ અંગે પગલાં લેવા ગંભીર બની છે. બાદમાં આ અંગે પગલાં ભરવામાં આવ્યા હતા. રેલ્વેનું કહેવું છે કે આ પ્રકારની વાડનો ઉપયોગ હાઇવે અને એક્સપ્રેસ વેથી પ્રાણીઓને બચાવવા માટે કરવામાં આવે છે. તેનો હેતુ એ છે કે પ્રાણીઓ કે સામાન્ય લોકોને પણ અકસ્માતોથી બચાવી શકાય. રેલવેનું કહેવું છે કે જે વાડ લગાવવામાં આવી રહી છે તે મજબૂત અને ઘણી જાડી છે.