શોધખોળ કરો

કેરળના ચાર જિલ્લામાં લદાયું 'ટ્રિપલ લોકડાઉન', જાણો 'ટ્રિપલ લોકડાઉન' શું છે ને કેવી રીતે કરાય છે અમલ ?

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

complete lockdown in Kerala: કેરળમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિની વચ્ચે રાજ્ય સરાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો ગાળો 23 મે સુધી વધારી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, રાજ્યમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે, માટે રાજ્ય સરાકરે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

શું હોય છે ટ્રિપલ લોકડાઉન (Triple Lockdown), આ સામાન્ય લોકડાઉનથી કેવી રીતે અલગ છે

ટ્રિપલ લોકાડઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને તેનું કડક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. પોલીસકર્મી મોટરસાઈકલથી રાઉન્ડ લગાવે છે, ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તેની સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે, જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને GPSની મદદથી તેમના લોકેશન જોઈ શકાય છે.

લોક- 1

લોક-1 માં લોકોની અવરજવર પંધ કરવામાં આવે છે અને તેમને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવે છે, જોકે, આ દરમિયાન રાશન, શાકભાજી અને દવાના દુકાનદારોને અવરજવરની છૂટ રહે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામાન મગાવી શકે છે. જે લોકો બહાર નીકળે છે તેમની પાસે સત્તાવાર દસ્તાવેજ હોવા જોઈએ, જેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે તેમના માટે બહાર નીકળવું શા માટે જરૂરી છે. આ ડોક્યુમેન્ટ બાદ જ પોલીસ તેને બહાર જવાની મંજૂરી આપે છે. જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે તેમની વિરૂદ્ધ આપરાધિક ગુનો નોંધવામાં આવે છે અને દંડ પણ લગાવવામાં આવે છે.

લોક- 2

લોક 2 તમામ જગ્યાએ લગાવવામાં નથી આવતું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોય છે. માત્ર ત્યાં જ લોક-2 લગાવવામાં આવે છે. જે પણ આ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે તેની વિરૂદ્ધ કાર્રવાઈની ચેતવણી આપવામાં આવે છે.

લોક- 3

લોક 3 અંતર્ગત કોરોના દર્દીના ઘર પર સતત નજર રાખામાં આવે છે. પોલીસ અધિકારી એ સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટિવ લોક અને તેના પરિવારના કોઈપણ સભ્ય ઘરની બહાર ન નીકળે કારણ કે આ લોકો સરળતાથી કોરોના ફેલાવી શકે છે.

ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ સપ્તાહમાં જ કોરોનાના કેસ 94 ટકા સુધી ઘટી ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

Embed widget