PM Modi at ABP Summit: ટ્રિપલ તલાક, વક્ફ કાયદો અને નદીનું પાણી... એબીપી ન્યૂઝ સમિટમાં PM મોદીની 10 મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે એબીપી નેટવર્કના India@2047 સમિટમાં દેશને સંબોધન કરતી વખતે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે એબીપી નેટવર્કના India@2047 સમિટમાં દેશને સંબોધન કરતી વખતે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. જેમાં ટ્રિપલ તલાક, વક્ફ કાયદો અને નદીના પાણીથી લઈને ભારત-યુકે ફ્રી ટ્રેડ કરાર સુધીના એક્સક્લુઝીવ માહિતીનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ એબીપી ન્યૂઝની આ સમિટને વિવિધતાથી ભરેલી બતાવી, તેમણે કહ્યું કે, યુવાનો અને મહિલાઓની હાજરી આ સમિટની USP બની ગઈ છે. આ બદલાતા ભારતનું પ્રતિબિંબ છે જે દરેક ક્ષેત્રમાં ભારતનો અવાજ બુલંદ કરી રહ્યું છે.
2047 સુધી વિકસિત ભારત
પીએમ મોદીએ ABP નેટવર્કના India@2047 સમિટમાં બોલતા કહ્યું કે આ બદલાતા ભારતનું સ્વપ્ન 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું છે. દેશ પાસે સાધનો, સંસાધનો અને ઇચ્છાશક્તિ છે. વિકસિત ભારતને પ્રાપ્ત કરવામાં આવા કાર્યોની ખૂબ મોટી ભૂમિકા છે.
ભારત-યુકે ફ્રી ટ્રેડ કરાર
પીએમ મોદીએ એબીપી ન્યૂઝ સમિટમાં કહ્યું, આજે ભારત માટે ઐતિહાસિક દિવસ છે, મેં થોડા સમય પહેલા બ્રિટિશ પીએમ સાથે વાત કરી હતી, મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભારત-યુકે ફ્રી ટ્રેડ કરાર હવે અંતિમ સ્વરૂપ પામ્યો છે. આ કરારથી બે ઓપન માર્કેટ વચ્ચે બંને દેશોના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. ભારતમાં ઇકો પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે અને તકોના નવા રસ્તા ખુલશે.
મતના કારણે નિર્ણયો મુલતવી રાખવામાં આવતા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં કહ્યું હતું કે મોટા નિર્ણયો લેવા માટે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દેશના હિતને સર્વોપરી રાખવું જોઈએ અને દેશના સામર્થ્ય પર વિશ્વાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ઘણા દાયકાઓથી વિપરીત પ્રવાહ વહેતો રહ્યો છે અને તેના કારણે નુકસાન થયું છે. પહેલા, કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા લોકો વિચારતા હતા કે તેમને મતો મળશે કે નહીં અને દુનિયા શું વિચારશે. આ કારણે, મોટા સુધારા મુલતવી રાખવામાં આવતા.
ભારતનું બેંકિંગ ક્ષેત્ર મજબૂત
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારતનું બેંકિંગ ક્ષેત્ર વિશ્વમાં મજબૂત સ્થિતિમાં છે, કારણ કે અમારી સરકારે દેશના હિતમાં બેંકોનું વિલીનીકરણ કર્યું છે. તમને એર ઇન્ડિયાની સ્થિતિ યાદ હશે, અમે આ નિર્ણય લીધો કારણ કે અમારા માટે દેશ સર્વોપરી છે.
એક રૂપિયામાં 15 પૈસા પહોંચતા હતા
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા પીએમ માનતા હતા કે જો દિલ્હીથી 1 રૂપિયો નીકળશે તો 15 પૈસા જનતા સુધી પહોંચતા હતા. પણ જો આજે 1 રુપિયો નિકળે છે, તો 100 ના 100 પૈસા લાભાર્થીઓ સુધી પહોંચે, આ માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સિસ્ટમ બનાવવામાં આવી છે. 10 કરોડ લાભાર્થીઓ એવા હતા જેઓ જન્મ્યા પણ નહોતા, અમારી સરકારે 10 કરોડ નામો કાઢી નાખ્યા અને DBT દ્વારા લાભાર્થીઓને પૂરા પૈસા ટ્રાન્સફર કર્યા.
ટ્રિપલ તલાક અને વક્ફ કાયદાને લઈ કહી મોટી વાત
પીએમ મોદીએ એબીપી સમિટમાં કહ્યું, વન રેન્ક વન પેન્શન દાયકાઓ સુધી ન થયું, અમારી સરકારે તેને લાગુ કર્યું. આ ઉપરાંત, મહિલાઓના હિતમાં અમારી સરકારે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો. વકફ કાયદામાં સુધારા કર્યા જે ગરીબ મુસ્લિમો અને પસમાંદા મુસ્લિમોના કામ આવશે.
નદીઓને લઈ મોટી વાત કહીં
નદીના પાણી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓથી આપણી નદીઓના પાણીને તણાવનો વિષય બનાવીને રાખવામાં આવ્યો. અમારી સરકારે નદીઓને જોડવાનું કામ કર્યું. પહેલા ભારતના હકનું પાણી બહાર જતું હતું, આજે ભારતનું પાણી ભારતના પક્ષમાં વહેશે અને ભારત માટે ઉપયોગી થશે.
આ મોટી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓની રાહ જોયા પછી, અમારી સરકારે દિલ્હીમાં બાબા સાહેબ સ્મારક બનાવ્યું. અટલજીના સમયમાં તેની ચર્ચા થઈ હતી, પરંતુ તે એક દાયકા સુધી પેન્ડિંગ રહી. 2014 માં, અમારી સરકાર એવી સ્થિતિમાં રચાઈ હતી કે દેશવાસીઓનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો.
પરંતુ આજે ભારત તરફ જે કોઈ જુએ છે તે કહે છે કે લોકશાહી પરિણામો આપી શકે છે. આપણા દેશના ડઝનબંધ જિલ્લાઓ પછાત ગણાતા હતા, આજે તેઓ સફળતા મેળવી રહ્યા છે. આદિવાસીઓને પણ વિશ્વાસ છે કે Democracy can Deliver. કોઈપણ ભેદભાવ વિના દેશના સંસાધનોનો વિકાસ... આ જ અમારી સરકાર કરી રહી છે.
જીઈપી સેંટ્રિક ભારત
આજે એક એવું ભારત બની રહ્યું છે, જેણે હ્યૂમન સેંટ્રિક ગ્લોબલાઈઝેશનનો રસ્તો પસંદ કર્યો છે. લોકોના સપના પૂરા થઈ રહ્યા છે, લોકો ગૌરવ સાથે જીવી રહ્યા છે. આજે, દેશ GDP કેન્દ્રિત થવાને બદલે, GEP centric, Gross Empowerment of People બની રહ્યો છે.
ભારતની ડિજિટલ ક્રાંતિ
આજે આપણે ડિજિટલ વ્યવહારોના સંદર્ભમાં વિશ્વમાં ટોચ પર છીએ. દુનિયા ભારતમાં રોકાણ કરવા માંગે છે. પ્રગતિ કરવા માટે તમારી સંસ્કૃતિને છોડી દેવાની જરૂર નથી. આજે ડિજિટલ ઇન્ડિયા આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. ડિજિટલ ઇન્ડિયાએ એક નવી દુનિયા બનાવી છે. મુંબઈમાં વેવ સમિટ યોજાઈ હતી. છેલ્લા 3 વર્ષમાં, ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સને 21 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ મળ્યું છે.





















